Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ! HC એ આપ્યો આ નિર્દેશ

સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ ખુદ AMCના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆતથી AMCની પોલ ખુલી અમદાવાદમાં (Ahmedabad) સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ જોવા મળી છે. AMC નાં ટેન્કર જ...
ahmedabad   સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ  hc એ આપ્યો આ નિર્દેશ
Advertisement
  1. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ
  2. ખુદ AMCના ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું
  3. હાઈકોર્ટમાં કોર્ટ મિત્રની રજૂઆતથી AMCની પોલ ખુલી

અમદાવાદમાં (Ahmedabad) સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે દીવા તળે અંધારાની સ્થિતિ જોવા મળી છે. AMC નાં ટેન્કર જ નદીમાં દૂષિત પાણી છોડતા હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. હાઈકોર્ટમાં (Gujarat High Court) કોર્ટ મિત્રની રજૂઆતથી AMC ની પોલ ખુલી છે. કોર્ટ મિત્રે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે મેગા પાઇપલાઇનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં (AMC) જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત સામે આવી છે. આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરીને સુનાવણી કરવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે.

આ પણ વાંચો - Rajkot : ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટના બનતા સહેજ રહી, કારખાનાંમાં આગ લગાતા મજૂરો ચોથા માળે લટક્યા

Advertisement

AMC નાં ટેન્કર જ દૂષિત પાણી છોડતા હોવાનું ખુલ્યું!

અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે (Pollution in the Sabarmati River) અગાઉ પણ અનેક વખત હાઈકોર્ટે સરકાર અને AMC ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે નદીમાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવા સરકારને આદેશ પણ આપ્યા છે. ત્યારે હવે ચોંકાવનારી વિગત સામે આવી છે. સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈ હાઈકોર્ટમાં કોર્ટ (Gujarat High Court) મિત્રે રજૂઆત કરી ચોંકાવનારી વિગત આપી છે. કોર્ટ મિત્રે રજૂઆત કરી કે, મેગા પાઇપલાઇનમાં AMC નાં જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત છે. ગઈકાલ સાંજની ઘટના હોવાથી આજે જ રજૂઆત જરૂરી હોવાની કોર્ટ મિત્રે રજૂઆત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Botad : વહીવટી તંત્રની બેદરકારી સામે BJP આગેવાન લડી લેવાનાં મૂડમાં! Video બનાવી આપી ચિમકી

કોર્ટ મિત્રને આ બાબતે રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ

માહિતી મુજબ, આ અંગેનો એક વીડિયો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. AMC ની સુએજ લાઈનમાં ટેન્કર અને ટ્રેક્ટરથી ઇન્ડસ્ટ્રિઝનું પ્રદૂષિત રસાયણિક પાણી સાબરમતી નદીમાં છોડાતું હોવાની વિગતો પણ કોર્ટના ધ્યાને મુકાઈ હતી. હાઇકોર્ટે કોર્ટ મિત્રને આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. સાથે જ આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરી સુનાવણી કરવા ચીફ જસ્ટીસે સંકેત પણ આપ્યા છે. જણાવી દઈએ કે, જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનો હાઇકોર્ટે આ પહેલા પણ અવલોકન કર્યું હતું.

આ પણ વાંચો - Gir Somnath : વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરથી એક છે : કરશન બારડ

Tags :
Advertisement

.

×