Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli : સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં? : દિલીપ સંઘાણી

દિલીપ સંઘાણીએ કહ્યું કે, વન્યપ્રાણીઓનાં હુમલા સામે સ્વરક્ષણ માટે ખેડૂતો, મજૂરો, નાના મોટા ઉદ્યોગકારોને હથિયાર આપવા જોઈએ.
amreli   સ્વ રક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીઓનાં હુમલા સામે આત્મરક્ષણ કેમ નહીં    દિલીપ સંઘાણી
Advertisement
  1. વન્ય પ્રાણીઓનાં વધતા આતંક સામે Dileep Sanghani ની માગ (Amreli)
  2. બૃહદ વિસ્તારનાં રહેવાસીઓને સ્વરક્ષણ માટે હથિયાર આપવાની માગણી
  3. દિલીપ સંઘાણીએ ઈન્દિરા સરકાર સામે પણ ઉઠાવ્યા સવાલ

Amreli : વન્યપ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયારની ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ (Dileep Sanghani) માંગણી કરી છે. તેમણે કહ્યું કે, બૃહદ વિસ્તારનાં રહેવાસીઓને વન્ય પ્રાણીઓનાં વધતા આતંક સામે સ્વરક્ષણ માટે હથિયાર આપવાની જરૂર છે. અમરેલી, જૂનાગઢ (Junagadh), સોમનાથ, ભાવનગરનાં (Bhavnagar) વિસ્તારોમાં લોકોને ભારે પરેશાની અને જીવનું જોખમ હોવાથી આ માગ કરાઈ છે.

આ પણ વાંચો - Surat : દેશ માટે રમવું, એ વિચાર જ એક તાકાત હોય છે : CR પાટીલ

Advertisement

Advertisement

વન્યપ્રાણીઓનાં આતંક સામે સ્વરક્ષણ માટે હથિયાર ફાળવવા માગ

માહિતી અનુસાર, ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીએ અમરેલી (Amreli), જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર જેવા બૃહદ વિસ્તારનાં રહેવાસીઓને વન્યપ્રાણીઓનાં આતંક સામે સ્વરક્ષણ માટે હથિયાર ફાળવવા માટે માગ કરી છે. રેવન્યુ વિસ્તારોનાં ખેડૂતોને હથિયાર આપવા સંઘાણીએ (Dileep Sanghani) રજૂઆત કરી છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, વન્યપ્રાણીઓનાં હુમલા સામે સ્વરક્ષણ માટે ખેડૂતો, મજૂરો, નાના મોટા ઉદ્યોગકારોને હથિયાર આપવા જોઈએ.

આ પણ વાંચો - Rajkot : વિંછીયા પથ્થરમારાની ઘટનામાં કોળી ઠાકોર સેનાનું અલ્ટિમેટમ! કહ્યું- જો પાંચ દિવસમાં..!

દિલીપ સંઘાણીએ ઈન્દિરા સરકાર સામે પણ ઉઠાવ્યા સવાલ

આ સાથે દિલીપ સંઘાણીએ ઈન્દિરા સરકાર સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ સાથે કહ્યું કે, વર્ષ 1972માં ઈન્દિરા ગાંધીએ (Indira Gandhi) સાસણની મુલાકાત લીધી. આ મુલાકાત બાદ જંગલોમાંથી પશુપાલકોને હાંકી કઢાયા હતા. હિંસક પ્રાણીઓથી આર્થિક વૃદ્ધીમાં યોગદાન નથી. કાયદામાં જોગવાઈ છે કે સ્વ-રક્ષણ માટે મર્ડર કરી શકાય છે તો વન્ય પ્રાણીઓનાં હુમલાઓ સામે આત્મરક્ષણ કેમ નહીં ? દિલીપ સંઘાણીએ કહ્યું કે, વન્ય સંપદા સમાન વૃક્ષોનું નિકંદન નીકળ્યું તેની તપાસ પણ થવી જોઈએ.

આ પણ વાંચો - Patan : વધુ એક બોગસ તબીબ ઝડપાયો, દવાઓ, ઈન્જેકશન સહિતનાં મેડિકલ સાધનો કબ્જે

Tags :
Advertisement

.

×