Amreli: પાટીદારી દીકરીના સમર્થનમાં સોશિયલ મીડિયા વોર! પિતાનું પણ નિવેદન સામે આવ્યું
- રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની કલેક્ટરને રજૂઆત
- અમરેલી દીકરીના સરઘસને લઈને હવે વિપક્ષ નેતા મેદાને
- અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું મોટુ નિવેદન
- હું દીકરીને મળવા ગયો ત્યારે મને કોલ આવ્યો: દીકરીના પિતા
Amreli Letter Scandal Case: અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર દીકરીના પિતાએ કહ્યું કે, ‘મારી દીકરીને જામીન ના મળ્યા એટલે હું જેલે મળવા ગયો ત્યારે અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. સામે વાળાએ કહ્યું કે, તમે ચિતલ રોડે આવો એટલે હું ત્યાં ગયો, ત્યારે 3 4 વ્યક્તિ બેઠી હતી ને એમણે કહ્યું કે અમે કહીએ એમ કહો તો જામીન મળી જશે’. એટલું જ નહીં દીકરીના પિતાએ કહ્યું કે,લાલાવદર ના ચેતનભાઈ હતા ને તેમણે કહ્યું કે આ કૌશિકભાઇ ના ફોનમાં વિડિઓ બનાવો એટલે તમારી દીકરી કાલે છૂટી જશે અને વીડિયો બનાવ્યો પણ કૌશિકભાઈએ મને કોઈ સહાય કરી નથી.
અમરેલી લેટરકાંડ મામલામાં યુવતીના પિતાનું મોટુ નિવેદન
અમરેલીમાં અત્યારે વિવાદનો સૂર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે પાટીદાર યુવતીના સરઘસ મામલે પૂર્વ નેતા પરેશ ધાનાણી ફરી પાછા મેદાનમાં આવ્યાં છે. પરેશ ધાનાણીએ એક ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યાં છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા કહ્યું કે પહેલા શકૂનીઓને સજા આપો. કાયદાના રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે,પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરૂનું શું થાશે? પરેશા ધાનાણીએ કહ્યું કે, લાજ લેનારા સામે અમે લડીશું. નોંધનીય છે કે, અત્યારે પરેશ ધાનાણીના એક ટ્વીટની રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલીની દીકરીને લઈને સોશિયલ મીડિયામાં વૉર
નોંધનીય છે કે, પાટીદાર દીકરીના સરઘસને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં વૉર શરૂ થઈ ગઈ છે. અમરેલીની દીકરીને લઈને સોશિયલ મીડિયામાં વૉર શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયામાં કાજલ હિન્દુસ્તાની સામે પણ સવાલો ઉઠ્યા છે. કાજલ હિન્દુસ્તાની પાટીદાર દીકરી મામલે કેમ મૌન? તેવું અનેર લોકો કહી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ રાજકોટના પરસોત્તમ પીપળીયાએ પોસ્ટ કરીને પણ સવાલો કર્યાં છે. એટલું જ નહીં પરંતુ દીકરીના સરઘસ મુદ્દે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે.
આ પણ વાંચો: Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ
અમરેલીમાં સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગણી
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ કલેક્ટરને રજૂઆતો કરી છે. અમરેલીમાં સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પોલીસ સામે કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી ચે. કુર્મી સેનાએ કહ્યું કે, સંવિધાનની વાતો વચ્ચે સંવિધાન ભંગ થયો છે. દીકરીના ઉપરીએ લેટર ટાઈપ કરવા કહ્યું હશે. પાટીદારની દીકરીને ભોગ બનાવવામાં આવી છે. જેથી પાટીદાર સહિત તમામ સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. અત્યારે અમરેલીમાં દીકરીને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: મનુ ભાકર સહિત આ 4 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર