Banaskantha : કેન્દ્રીય મંત્રી Nitin Gadkari સાથે MP ગેનીબેન ઠાકોરની મુલાકાત, કરી આ રજૂઆત
- Palanpur નાં એરોમા સર્કલની સમસ્યાનો પ્રશ્ન દિલ્હી પહોંચ્યો (Banaskantha)
- સાંસદ ગેનીબેન ઠાકોરે એરોમા સર્કલ પર નવા બ્રિજની માગ કરી
- કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી, પત્ર લખ્યો
બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) આવેલા પાલનપુરમાં એરોમાં સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને એરોમાં સર્કલ પર બ્રિજ અથવા અંડરપાસ નિર્માણની માગ સાથે સાસંદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) સાથે મુલાકાત કરી હતી. આ સંદર્ભે ગેનીબેન ઠાકોરે કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને પણ રજૂઆત કરી છે.
આ પણ વાંચો - Ahmedabad : PMJAY યોજનાનાં બનાવટી કાર્ડનાં કૌભાંડમાં 6 આરોપીના રિમાન્ડ મંજૂર
કેન્દ્રીય મંત્રી શ્રી @nitin_gadkari સાહેબને મળીને વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોની માંગણી હતી તે અનુસંધાને પાલનપુર મુકામે નેશનલ હાઇવે નંબર 27 એરોમા સર્કલ ઉપર એરોમા સર્કલ થી બિહારી બાગ સુધી એલેવેટેડ ઓવર બ્રિજ અથવા અંડર પાસ બને તે માટે રજૂઆત કરી.@MORTHIndia pic.twitter.com/tDUPudYQrY
— Geniben Thakor (@GenibenThakor) December 18, 2024
MP ગેનીબેન ઠાકોરની કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત
બનાસકાંઠાનાં (Banaskantha) સાસંદ ગેનીબેન ઠાકોરે આજે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગેનીબેને વર્ષોથી બનાસકાંઠા જિલ્લાનાં નાગરિકોની માંગણીને રજૂ કરી હતી. આ માગણી અનુસાર, પાલનપુર શહેરમાંથી (Palanpur) પસાર થતાં નેશનલ હાઇવે NH-27 પર એરોમાં સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી એલિવેટેડ ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવામાં આવે એવી રજૂઆત કેન્દ્રીય મંત્રી સમક્ષ કરવામાં આવી છે.
આ પણ વાંચો - વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ: ફસાયેલા નાણા માટે સરકારે SIT ની રચના કરી
એરોમા સર્કલ પર બ્રિજ બનાવવા ગેનીબેને પત્ર લખી કરી માગ
આ અંગે ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) એક પત્ર પણ લખ્યો છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) સાથેની આ મુલાકાત અને પત્રોની તસવીરો સાથે ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી છે. જણાવી દઈએ કે, પાલનપુરનાં એરોમાં સર્કલ (Aroma Circle) પર દૈનિક ધોરણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, જેનાં કારણે નાગરિકો અને વાહનચાલકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે અને સમયનો પણ વેડફાટ થાય છે. ત્યારે, હવે પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચતા લોકોને આશા છે કે આ સમસ્યાનો હવે જલદી ઉકેલ આવશે.
આ પણ વાંચો - Surat માં મહામંદીથી કંટાળેલા રત્નકલાકારે જીવન ટુંકાવ્યું


