Banaskantha : મહાઠગ Niranjan Shrimali ની વધુ એક કરતૂત! માલિકની જાણ બહાર જ કરી દીધો દુકાનનો સોદો!
- Banaskantha નાં મહાઠગ નિરંજન શ્રીમાળીની વધુ એક કરતૂત
- માલિકની જાણ બહાર જ કરી દીધો દુકાનનો સોદો
- ST પોર્ટમાં આવેલી દુકાન સિદ્ધપુરનાં વ્યક્તિને વેચી દીધી હોવાનો આરોપ
બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લોકોનાં કરોડો રૂપિયા ચાઉં કરનારા મહાઠગ નમની (Niranjan Shrimali Case) વધુ એક ચોંકાવનારી કરતૂત સામે આવી છે. આરોપ છે કે નિરંજન શ્રીમાળીએ માલિકની જાણ બહાર જ દુકાન સિદ્ધપુરની એક વ્યક્તિને બારોબાર વેચી દીધી હતી. દુકાન માલિકનો ફોટો અને ખોટી સહીઓ કરીને નોટરી કરાવી સિક્યોરિટી પેટે રૂ.11 લાખ પણ પડાવ્યા હતા. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Surat Honeytrap Case : 'શરમ નથી આવતી, ખરાબ ધંધા કરે છે' કહી 4.53 લાખ પડાવનાર મહિલા સહિત 2 ઝડપાયા
200 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી કરોડોનું કૌભાંડ
બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) Now Start Way કંપનીનાં સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે અંદાજે રૂ. 80 કરોડની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે, જે મામલે હાલ તપાસ ચાલી રહી છે. દરમિયાન, મહાઠગ નિરંજન શ્રીમાળીને લઈ વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. પાલનપુર ન્યુ ST પોર્ટમાં ડી. એલ. પટેલ નામની વ્યક્તિ દુકાન ધરાવે છે. ડી.એલ. પટેલે ધણા સમય પહેલા નિરંજન શ્રીમાળીને દુકાન વેચવાની વાત કરી છે. આરોપ છે કે, નિરંજન શ્રીમાળીએ ડી.એલ. પેટલની જાણ બહાર જ તેમની દુકાનનો બારોબાર સોદો કરી દીધો હતો.
આ પણ વાંચો - Ahmedabad : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે VHP નાં કાર્યાલયનું ભૂમિપૂજન
માલિકની જાણ બહાર દુકાનનો સોદો કર્યો, ખરીદનાર પાસે 11 લાખ પડાવ્યા!
આરોપ અનુસાર, નિરંજન શ્રીમાળીએ (Niranjan Shrimali Case) સિદ્ધપુરનાં એક શખ્સ સાથે દુકાનનો સોદો કર્યો હતો અને દુકાન માલિક ડી.એલ. પટેલનો ફોટો અને ખોટી સહીઓ કરીને બાનાખત કરાર લેખ અને નોટરી કરાવી સિદ્ધપુરનાં શખ્સ પાસેથી રૂ. 11 લાખ સિક્યુરિટી પેટે લીધા હતા. નિરંજન શ્રીમાળીએ સિદ્ધપુરનાં શખ્સને પણ 200 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને લાખો રૂપિયા પડાવ્યા હતા.
આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યમાં ઠંડીનો વધતો પ્રકોપ! હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી!


