Banaskantha: ‘ભાગલા પાડતા આદિવાસી નેતાઓ ચેતી જજો’ બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લાધુ પારગીનું મોટું નિવેદન
- "હાલમાં બહારના રાજ્યથી આવેલા આદિવાસી ભાગલા પડાવી રહ્યાં છે"
- જય જોહર બોલીને સમાજમાં ભાગલા પડાવી રહ્યાં છે: લાધુ પારગી
- દાંતાના મોટા બામોદરા ગામે યોજાયેલા કાર્યક્રમમાં આપ્યું નિવેદન
Banaskantha: આજે આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની જન્મ જયંતી છે. આ નિમિત્તે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી નેતાએ મોટું નિવેદન આપ્યું છે. આદિવાસી નેતા લાધુ પારગીએ જાહેર કાર્યક્રમમાં જય જોહર બોલતા આદિવાસી લોકોને ચેતવણીરૂપ મેસેજ આપ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતના આદિવાસી ભાઈઓ વર્ષોથી રામરામ અને જય શ્રી નામના નારા લગાવે છે.
આ પણ વાંચો: Surat: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા
અમે અમારી સંસ્કૃતિને વરેલા છીએઃ લાધુ પારગી
આદિવાસી નેતા લાધુ પારગીએ કહ્યું કે, જ્યારે ઝારખંડથી આવેલા અન્ય લોકો જય જોહર બોલીને ગુજરાતની સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભાગલા પાડતા આદિવાસી નેતાઓ ચેતી જજો. અમે આ વિસ્તારમાં વર્ષોથી રામરામ અને જય શ્રી રામ બોલતા હતા અને બોલતા રહીશું. હાલમાં બહારના રાજ્યથી આવેલા કેટલાક આદિવાસી લોકો જય જોહર બોલીને આદિવાસી સમાજમાં ભાગલા પડાવી રહ્યા છે. વધુમાં કહ્યું કે, અમે અમારી સંસ્કૃતિને વરેલા છીએ.
આ પણ વાંચો: Aravalli : દેવ દિવાળીએ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત 4 સભ્યનાં મોત
આદિવાસી નેતાએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું
નોંદનીય છે કે, દાંતા તાલુકાના મોટા બામોદરા ગામે બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતાં. આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી નેતાએ જાહેરમાં મોટું નિવેદન આપ્યું હતું.જે લોકો આદિવાસી લોકોમાં ભાગલા પાડી રહ્યા છે તેમને આદિવાસી નેતાએ લાધુ પારગીએ ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે, ‘હાલમાં બહારના રાજ્યથી આવેલા આદિવાસી ભાગલા પડાવી રહ્યાં છે’ આ લોકોને અત્યારે જાહેરમાં ચેતવણી આપી છે.
આ પણ વાંચો: Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં! Mehsana ની આ 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી, જાણો કારણ!


