Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch: નકલી કિન્નરને અસલી કિન્નરોએ ચખાડ્યો જબરો મેથીપાક, હાલત ગંભીર થતા હોસ્પિટલ લઈ જવાયો

Bharuch: વાયરલ ફોટોના આધારે નકલી કિન્નર હોવાનું સોસાયટીના લોકોના ધ્યાને આવતા તેને તાત્કાલિક પકડી અસલી કિન્નરોને જાણ કરવામાં આવી હતી.
bharuch  નકલી કિન્નરને અસલી કિન્નરોએ ચખાડ્યો જબરો મેથીપાક  હાલત ગંભીર થતા હોસ્પિટલ લઈ જવાયો
Advertisement
  1. ભરૂચમાંથી ઝડપોયો આધેડ વયનો નકલી કિન્નર
  2. વશીકરણના નામે છેતરપિંડી કરતો હોવાની નોંધાઈ હતી ફરિયાદ  
  3. નકલી કિન્નરને સોસાયટીના લોકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો
Bharuch: ભરૂચમાં અસલી કિન્નરો બે બાંકડા બની નકલી કિન્નરને શોધવા નીકળ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી ઇકોમાં એક નકલી કિન્નર બનીને લોકોના ઘરમાં બેસી બિંદાસ વશીકરણ તથા લોભામણી લાલચ આપી મોટી રકમ પડાવતા હોય તેવી ફરિયાદો નોંધાઈ હતીં. આ પગલે આજે વાયરલ ફોટાના આધારે એક સોસાયટીમાં પ્રવેશે તે પહેલા જ નકલી કિન્નરને ઝડપી પાડી અસલી કિન્નરોના હવાલે કરતા મેથીપાક ચખાડ્યો હતો. નકલી કિન્નરને ગંભીર ઈજા તથા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

નકલી કિન્નરો લોકો પાસેથી રૂપિયા પડાવી છેતરપિંડી આચરતા

ભરૂચ (Bharuch)ના પૂર્વપટ્ટી વિસ્તારમાં ઝાડેશ્વર ચોકડીથીમાંડી ઝનોર સુધીના ગામોમાં સોસાયટી વિસ્તારોમાં નકલી કિન્નર લોકોના ઘરમાં પ્રવેશી વશીકરણ કરી 10 હજારથી 30,000 સુધીની રકમ પડાવી છેતરપિંડી કરતો હોવાની ફરિયાદ ભોગ બનનારાઓએ અસલી કિન્નરોને કરી હતી. એક ઘરમાં તો નકલી કિન્નર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ નકલી કિન્નરને પોલીસ ઝડપી પાડે તે પહેલા જ પૂર્વ પટ્ટીના તવરા રોડ ઉપરની શુભમ વિલા સોસાયટીમાં કોઈના ઘરે બાળક આવ્યું છે, તેમ કહી પૂછવા જતા જ વાયરલ ફોટોના આધારે નકલી કિન્નર હોવાનું સોસાયટીના લોકોના ધ્યાને આવતા તેને તાત્કાલિક પકડી અસલી કિન્નરોને જાણ કરવામાં આવી હતી.

અસલી કિન્નરોએ નકલીને ચખાડ્યો મેથીપાક

નકલી કિન્નરને અસલી કિન્નરોએ લાકડીના સપાટા લાફાવાળી અને નિર્વસ્ત્ર કરી નાખ્યો હતો તેને ઢોર માર મારતા અને Bharuch પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. નકલી કિન્નર તરીકે ફરનારને લોક ટોળા જોઈ પોતે જ કપડા ઉતારી નાખી પુરુષ હોવાનું કહ્યું હતું અને તેની પૂછપરછ કરતા તે રાજકોટના પડધરી ગામની ઝુપડપટ્ટીનો રહીશ હોય અને પોતાનું નામ જીતુભાઈ ઝવેરભાઈ પરમાર ઉંમર વર્ષ 45 નો હોવાનું કહ્યું હતું. લોકોના ટોળાનો ભોગ બનેલો નકલી કિન્નર આખરે બેભાન થઈ જતા તેને 108 મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પોલીસે નકલી કિન્નર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

નોંધનીય છે કે, આ મામલે ભરૂચ પોલીસે નકલી કિન્નર બની ઉઘરાણું કરનારને ઝડપી પાડી હોસ્પિટલમાં સારવાર તે ખસેડી ભોગ બનેલા પૂર્વપતિના લોકોની ફરિયાદ લઈ છેતરપિંડી સહિત વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરવાની કવાયતો કરી છે. હવે પોલીસ દ્વારા આગળ કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Rajkot માં ગુરુદ્દત જયંતિની ભવ્ય ઉજવણી, CM સહિત અગ્રણીઓ આપશે હાજરી

Advertisement
Tags :
Advertisement

.

×