Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : 2065 વર્ષ જુના પૌરાણિક માં અંબાજીના મંદિરનું અનેરૂ મહત્વ

ભરૂચના દાંડિયા બજાર સ્થિત ૧૯૪૪માં સ્થાપિત કરાયેલા અંબાજી મંદિરમાં રહેલું વિષાયંત્રમાંથી નીકળે છે જળ ભરૂચ જીલ્લામાં વર્ષો પહેલા એક પણ મંદિર ન હતું ત્યારે અંબાજી મંદિરની થઈ હતી સ્થાપના BHARUCH : અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો...
bharuch   2065 વર્ષ જુના પૌરાણિક માં અંબાજીના મંદિરનું અનેરૂ મહત્વ
Advertisement
  1. ભરૂચના દાંડિયા બજાર સ્થિત ૧૯૪૪માં સ્થાપિત કરાયેલા અંબાજી મંદિરમાં રહેલું વિષાયંત્રમાંથી નીકળે છે જળ
  2. ભરૂચ જીલ્લામાં વર્ષો પહેલા એક પણ મંદિર ન હતું ત્યારે અંબાજી મંદિરની થઈ હતી સ્થાપના

BHARUCH : અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર.જે મંદિરને ૨૦૧૫માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે અને મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે.મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે અને આ મંદિરમાં રહેલ વિષાયંત્રનું પણ અનેરૂ મહત્વ રહેલું છે.

Advertisement

ભરૂચના ઈતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો

મોટા અંબાજી મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજાર સ્થિત ૧૯૪૪માં સ્થાપિત થયેલું શક્તિપીઠ અંબાજી મંદિર મહત્વ ધરાવે છે.દાંડિયા બજાર અંબાજી મંદિરની સ્થાપના સવંત ૭માં કરવામાં આવી અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિષાયંત્ર, શંકર પાર્વતી,બે શિવલિંગ,ગણેશજી,હનુમાનજી તથા રામ - લક્ષ્મણ અને સીતા સહિતની ચંદન સુખડના કાષ્ઠની મૂર્તિની અંબાજી માતા તરીકે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.જેનો ઉલ્લેખ ભરૂચના ઈતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે.

Advertisement

મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળતું જળ ક્યારે લુપ્ત થતું નથી

અંબાજી મંદિરમાં સંવત ૨૦૦૦ સાલની ઈ.સ.૧૯૪૪માં તે મૂર્તિ કોઈ કારણોસર જીર્ણ થતાં મૂર્તિની ઉઠામણ વિધિ કરી પુનઃ સ્થાપના હાલમાં આરસની મૂર્તિને સંવત ૨૦૦૦ના વૈશાખ વદ ત્રીજના શુભ દિવસે તારીખ ૧૧/૫/૧૯૪૪ ને ગુરૂવારના શુભ દિવસે કરવામાં આવી હતી અને આ મંદિરમાં જે દિવસે સ્થાપના કરવામાં આવી હતી તે ૨૦૦૦ વર્ષ પહેલાની આમંત્રણ પત્રિકા આજે પણ મંદિરમાં રાખવામાં આવી છે.આજ મંદિરમાં વિષાયંત્રમાંથી નીકળતું જળ ક્યારે લુપ્ત થતું નથી અને તેનું પણ વિશેષ મહત્વ રહ્યુ છે.

આઠમા નોરતે સિંહ અને નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય

આસો નવરાત્રિમાં જેમ મોટા અંબાજી મંદિરમાં માતાજીને ૯ દિવસ વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરાય છે તે રીતે જ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને ૯ દિવસ અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે.જેમાં પ્રથમ નોરતે માતાજીને નંદી (ગાય) ઉપર બિરાજમાન કરાય છે બીજા નોરતે સિંહ ત્રીજા નોરતે વરૂણ ચોથા નોરતે ગરૂડ પાંચમા નોરતે હાથી છઠ્ઠા નોરતે વાઘ સાતમા નોરતે ૭ સૂંઢવાળા હાથી પર અને આઠમા નોરતે સિંહ અને નોમના દિવસે નંદી ઉપર માતાજીને બિરાજમાન કરાય છે આવી જ રીતે મોટા અંબાજી મંદિરે પણ માતાજીને વિવિધ સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવે છે મોટા અંબાજીના મંદિર જેટલું જ મહત્વ ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરનું રહેલું છે અને આ મંદિરે આસો નવરાત્રિમાં ગુજરાતભર માંથી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×