Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ GROUP Expose: ભૂપેન્દ્ર ઝાલાના ઘરે માહોલ સૂમસામ! મીડિયાને જોતા ઘરના દરવાજા બંધ કરી દેવાયા

BZ GROUP Expose: ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘર પાસે કાર ઉભી જોવા મળી છે. જોકે, કેમેરો આવતાની સાથે જ ઘરના દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. તેના ઘરના લોકોએ ઘરના દરવજા બંધ કરી દીધા હતા.
bz group expose  ભૂપેન્દ્ર ઝાલાના ઘરે માહોલ સૂમસામ  મીડિયાને જોતા ઘરના દરવાજા બંધ કરી દેવાયા
Advertisement
  1. ભૂપેન્દ્ર ઝાલા હિંમતનગરના ઝાલાનગરના ભૂખ્યાડેરા ગામનો વતની
  2. કેમેરો આવતાની સાથે જ ઘરના દરવાજાઓ બંધ કરી દેવાયા
  3. શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી કરી ગયો ભૂપેન્દ્રસિંહ ઝાલા

BZ GROUP Scam: BZ GROUP ને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. બી ઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાનું ઘર સૂમસામ ભાસી રહ્યું છે. આ કૌભાંડને લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગરના ઝાલાનગરના ભૂખ્યાડેરા ગામનો વતની છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘર પાસે કાર ઉભી જોવા મળી છે. જોકે, કેમેરો આવતાની સાથે જ ઘરના દરવાજાઓ બંધ કરી દેવાયા હતા. તેના ઘરના લોકોએ ઘરના દરવજા બંધ કરી દીધા હતા.

આ પણ વાંચો: BZ GROUP Scam કેસમાં મોટો ખુલાસો, ખુદ ધારાસભ્ય જ કરતા હતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ

Advertisement

શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી ગયો ભૂપેન્દ્ર ઝાલા

નોંધનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી ગયો છે. એટલું જ નહીં પરંતુ પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા છે. એક કા ડબલની લાલચ આપીને અસંખ્ય લોકોને ભૂપેન્દ્રસિંહે ચૂનો લાગાડ્યો છે. અત્યારે તે વિદેશ ભાગો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે અત્યારે પોલીસે અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

Advertisement

આ પણ વાંચો: BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત

ધારાસભ્ય ખુદ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ કરી રહ્યાં હતાં

એટલું જ નહીં પરંતુ BZ GROUP Scam ને લઈને મહત્વના સમાચાર એવા પણ સામે આવ્યાં છે. BZ ગ્રુપના 6 હજારોના કરોડના કૌભાંડ કેસમાં અત્યારે મોટો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુબ ધારાસભ્ય કરતા હોવાનું સામે આવ્યું છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા (MLA Dhavalsinh Zala)નો એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં ધારાસભ્ય ( MLA Dhavalsinh Zala) ખુબ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Zala)નું માર્કેટિંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Gujarat First Impact : સુરતનો ગુલ્લીબાજ આચાર્ય હવે છટકી નહીં શકે..

Tags :
Advertisement

.

×