BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો, વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
- BZ Group Scam નાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વધુ 3 દિવસનાં રિમાન્ડ મંજૂર
- CID ક્રાઇમે 7 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આરોપીને રજૂ કર્યો હતો
- વધુ તપાસ માટે CID ક્રાઈમે 6 દિવસનાં વધુ રિમાન્ડની માંગણી કરી હતી
રાજ્યમાં પોંઝી સ્કીમો થકી કરોડો રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં માલિક કૌભાંડી (BZ Group Scam) ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે CID ક્રાઇમ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન, CID ક્રાઇમ દ્વારા વધુ તપાસ માટે વધુ 6 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. કોર્ટે આરોપીનાં વધુ 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઇમ દ્વારા આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં (Ahmedabad Rural Sessions Court) રજૂ કરાયો હતો.
આ પણ વાંચો - વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક્સ સુગમતા (LEADS) 2024 રેન્કિંગ જાહેર, સતત 6 વર્ષે Gujarat મોખરે
ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં વધુ 3 દિવસનાં રિમાન્ડ મંજૂર
રાજ્યમાં લોકોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ આપીને પોંઝી સ્કીમોમાં (Ponzi Scheme) રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનારા BZ Group નાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણા જિલ્લામાં એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ CID ક્રાઇમે આરોપીનાં 7 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા જે આજે પૂર્ણ થયા છે. CID ક્રાઇમે (CID Crime) આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો અને આગળની તપાસ માટે વધુ 6 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
BZ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલી વધી। Gujarat First#bzgroup #BZGroupScam #BhupendraZalaArrested #bhupendrasinhzala #arrested #Mehsana #BZGroupScandal #FraudAlert #ponzischemealert #cidcrime #gujaratfirst pic.twitter.com/M6iSyp7Atn
— Gujarat First (@GujaratFirst) January 4, 2025
આ પણ વાંચો - Surat : બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ! DEO નો કડક આદેશ
કસ્ટડીયલ ઇન્ટરોગ્રેશન જરૂરી હોવાની રજૂઆત
માહિતી અનુસાર, કોર્ટમાં CID ક્રાઇમે (CID Crime) સરકાર વતી તપાસના કામે કસ્ટડીયલ ઇન્ટરોગ્રેશન જરૂરી હોવાની રજૂઆત કરી હતી. રૂ. 360 કરોડથી વધુનાં વ્યવહારો ઉપરાંતનાં વ્યવહારોની તપાસ અને કૌભાંડમાં મળતીયાઓની તપાસ સાથે જ અલગ-અલગ ફરિયાદો અંગેની તપાસ માટે વધુ રિમાન્ડની જરૂરિયાત હોવાની સરકાર પક્ષે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી.
આ પણ વાંચો - Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ


