Chhota Udepur : એવા ધરતીપુત્ર જે પ્રાકૃતિક ખેતીનાં છે માસ્ટર ટ્રેનર! કૃષિનાં 5 આયામોનું કરે છે વેચાણ
- Chhota Udepur નાં કરણસિંહ તડવી 4 વર્ષથી કરે છે પ્રાકૃતિક ખેતી
- કાળીયાપુરા ગામનાં કરણસિંહ પ્રાકૃતિક કૃષિનાં 5 આયામોનું વેચાણ પણ કરે છે
- જીવામૃત, નીમાસ્ત્ર, ભ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને દસપર્ણીઅર્કનું કરે છે વેચાણ
છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને લોકોને સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો પૂરી પાડવાની સાથે પ્રાકૃતિક કૃષિનાં આયામોનું વેચાણ કરી ધરતીપુત્રો આર્થિક રીતે સદ્ધર બની રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં કાળીયાપુરા ગામનાં કરણસિંહ તડવીએ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેઓ પ્રાકૃતિક કૃષિ કરી સારું ઉત્પાદન મેળવે છે સાથે જ પ્રાકૃતિક કૃષિના 5 આયામોની એમના વિસ્તારમાં વેચાણ પણ કરી રહ્યા છે. તેઓ જીવામૃત વિષે જણાવે છે કે, એક બેરલમાં ગૌમાતાનું 10 કિલો ગોબર, 10 લીટર ગૌમૂત્ર, એક કિલો ચણાનો લોટ, એક કિલો દેશી ગોળ, 500 ગ્રામ વડ નીચેની માટી પાણીમાં મિસ્ક કરી ઘડિયાળનાં કાંટાની દિશામાં સાવર સાંજ 5-5 મિનિટ સુધી હલાવવાનું રહેશે. શિયાળાનાં સમયમાં 7 દિવસમાં તૈયાર થઈ જાય છે તેને પંપ દ્વારા અથવા પાણીમાં આપવામાં આવે છે.
આ પણ વાંચો - Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું
વધુમાં નીમાસ્ત્ર વિષે તેઓ જણાવે છે કે, દસ લીટર ગૌમૂત્ર, 10 કિલો દેશી ગાયનું ગોબર, કડવા લીંબડાનાં પાન નાખી ઘડિયાળનાં કાંટાની દિશામાં સવાર સાંજ 5-5 મિનિટ સુધી હલાવવાનું રહેશે. 10 દિવસમાં તૈયાર થઈ જાય છે, ત્યાર બાદ પાકમાં સૂક્ષ્મ જીવાતો પડે ત્યારે નીમાસ્ત્રનાં ઉપયોગથી દૂર થઈ જાય છે. સાથે દશપર્ણી અર્ક માટે 500 ગ્રામ લીલા મરચા, 500 ગ્રામ હળદર, 250 ગ્રામ આદુ, 1 કિલો તંબાકુ, 10 લીટર ગૌમૂત્ર, 10 વનસ્પતિઓનાં પાનની (ચટણી) અને 100 લીટર પાણી નાખી બનાવામાં આવે છે. જે કપાસ, મકાઈ અને શાકભાજીમાં નાની મોટી ઈયળનો નિયત્રણ માટે ખુબ ઉપયોગી છે.
આ પણ વાંચો - Ahmedabad : જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ
તડવી કરણસિંહ પ્રાકૃતિક કૃષિના 5 આયામોની વેચાણની વાત કરતા જણાવે છે કે, જે આયામો બનાવીએ છે તે અન્ય ગામનાં ખેડૂતોને વેચાણ કરી સારી આવક મેળવીએ છીએ, જેમાં જીવામૃત 10 રૂપિયા લીટર, નીમાસ્ત્ર 10 રૂપિયા લીટર, ભ્રહ્માસ્ત્ર 20 રૂપિયા લીટર, અગ્નિસ્ત્ર 20 રૂપિયા લીટર અને દસપર્ણીઅર્ક 50 રૂપિયા લીટરે વેચાણ કરું છું. વધુમાં તેમણે જણાવ્યું કે, ગત વર્ષે કપાસની ખેતી કરી રહ્યા હતા. કપાસનાં વાવેતરમાં તમને 7 ક્વિન્ટલ કપાસનું ઉત્પાદન થયું હતું. કપાસનાં એક ક્વીન્ટલનાં 8 હજાર લેખે રૂ.56 હજારનું કપાસનું વેચાણ કર્યું હતું.
તેમણે પાકનાં વેચાણ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જે પણ પાકનું ઉત્પાદન થાય છે તેને વેચવા માટે હાટ બજાર (Chhota Udepur) જાવ છું. દર રવિવારે કેવડિયામાં શાકભાજી વેચાણ કરવા માટે જાવ છું. મને પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણો ફાયદો થયો છે એમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિમાં અંબાડા કલસ્ટરનો માસ્ટર ટ્રેનર છું અને કલસ્ટરમાં આવતા ગામડાઓમાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ આપું છું. આ વખતે રવિ પાકો વિશે તાલીમ આપી છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ઘણો ફાયદો થાય છે અને ખર્ચ ઓછો થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
અહેવાલ : તૌફિક શેખ, છોટાઉદેપુર
આ પણ વાંચો - Gujarat Police : રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન, 42 ટાપુ પર તપાસનો ધમધમાટ


