Chhota Udepur: AI ના જમાનામાં પણ છોડવાણી ગામ ટેકનોલોજી ક્ષેત્રે પછાત, કોલિંગ કનેક્ટિવિટીમાં ધાંધિયા
- છોટા ઉદેપુરના કવાંટનું છોડવાણી ગામ ટેકનોલોજીથી વંચિત
- Calling Connectivity માટે પણ લોકોને ઊંચા ડુંગર પર ચઢવું પડે છે
- લોકોએ વીડિયો બનાવીને હૈયાવરાળ ઠાલવી
- સરકારી બાબુઓનો "સબ સલામત હૈ" જેવો સરકારી જવાબ
Chhota Udepur: AI ટેકનોલોજી અને ઓપન ચેટબોટના જમાનામાં પણ Chhota Udepur જિલ્લો ટેકનોલોજીમાં પછાત રહી ગયો છે. લોકોને Calling Connectivity જ મળતી નથી. નેટવર્કના ધાંધિયાને લીધે લોકો ઊંચા ડુંગર પર ચઢીને કોલ કરી રહ્યા છે. ગ્રામ પંચાયત (Gram Panchayat) ના ઓનલાઈન કરવામાં આવતા કામો પણ ખોરંભે ચઢી ગયા છે. કવાંટ તાલુકાના છોડવાણી (Chhodwani) ગ્રામ પંચાયતના લોકો એ વીડિયોમાં હૈયા વરાળ ઠાલવી છે.
નેટવર્કના ધાંધિયા
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના Chhodwani Gram Panchayat ના લોકોને ડેટા તો ઠીક કોલિંગ કરવા માટે પણ કનેક્ટિવિટી મળતી નથી. સામાન્ય નાગરિકો કોલ કરી શકતા નથી અને છોડવાણી ગ્રામ પંચાયતમાં ઓનલાઈન કરવામાં આવતા કામો પણ કનેક્ટિવિટીના અભાવે અટવાઈ પડ્યા છે. ગામમાં લગાવેલ BSNL નો ટાવર યોગ્ય મેન્ટેનન્સ અને દેખરેખના અભાવે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. 4 ડિસેમ્બર 2024ના રોજ લગાવેલ આ ટાવરમાંથી નાગરિકોને નથી તો પૂરતી કનેક્ટિવીટી મળતી કે નથી કોલિંગ માટે નેટવર્ક. લોકો માત્ર વાત કરવા માટે ઊંચા ડુંગર પર ચડવું પડે છે.
આ પણ વાંચોઃ GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'
વીડિયોમાં ઠાલવી હૈયાવરાળ
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના Chhodwani Gram Panchayat ના લોકોએ આ કાયમી સમસ્યાથી કંટાળીને એક વીડિયો બનાવ્યો છે. જેમાં આ પરિસ્થિતિનું સુચારુ વર્ણન કરવામાં આવ્યું છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, વિસ્તારમાં કોઈ ઈમર્જન્સી થાય અને 108ને કોલ કરવાની જરૂર પડે તો કોઈ ટેકરા ઉપર ચડી અને કોલ લગાડવો પડે છે. ગ્રામ પંચાયતમાં નેટવર્ક ઈસ્યુને લઈ લોકોના ઓનલાઈન નકલ કઢાવવાના કામો થઈ શકતા નથી. ગામમાં ટાવર છે પરંતુ યોગ્ય દેખરેખના અભાવે આજે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. તંત્ર આ વાતને ગંભીરતાથી લે અને સત્વરે સમસ્યા દૂર કરે.
સરકારી જવાબ
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનો આ વીડિયો વાયરલ થતા ગુજરાત ફર્સ્ટે BSNL ના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જો કે વણલિખિત સરકારી પરંપરા અનુસાર બાબુઓએ "સબ કુછ સલામત હે" નો રાગ આલાપ્યો હતો.
આ પણ વાંચોઃ GSRTC : ઉનાળુ વેકેશન સંદર્ભે એસટી નિગમનો પ્રજાલક્ષી નિર્ણય, 1400 એકસ્ટ્રા બસો દોડશે
અહેવાલઃ તૌફીક શેખ....


