Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota Udepur : બોડેલી નજીક Hit and Run, 2 યુવતીનાં ઘટના સ્થળે જ મોત, દ્રશ્યો ચોંકાવનારા!

એક યુવકને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
chhota udepur   બોડેલી નજીક hit and run  2 યુવતીનાં ઘટના સ્થળે જ મોત  દ્રશ્યો ચોંકાવનારા
Advertisement
  1. Chhota Udepur જિલ્લામાં બોડેલી તાલુકા નજીક ગોઝારો અકસ્માત
  2. ટ્રકચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવતીનાં મોત
  3. એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
  4. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર, પોલીસે શોધખોળ આદરી

છોટાઉદેપુર જિલ્લામાં (Chhota Udepur) બોડેલી તાલુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ટ્રકચાલકે ત્યાંથી પસાર થતા મોટરસાઇકલને અડફેટે લેતા બે યુવતીનાં મોત નીપજ્યા છે. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થયો છે. સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Advertisement

અકસ્માતમાં બે યુવતીઓનાં ઘટના સ્થળ પર મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાનાં (Chhota Udepur) બોડેલી તાલુકા નજીક આજે હિટ એન્ડ રનની (Hit and Run) ઘટના બની છે. બોડેલી કવાંટ રોડ પર વડા તળાવ પેટ્રોલ પંપ પાસે બેફામ આવતા એક ટ્રકચાલકે ત્યાંથી પસાર થતી એક બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇકસવાર બે યુવતીઓનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે, બાઇકચાલક યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો - POCSO : અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પૉક્સો સહિતના ગંભીર કેસોમાં પોલીસ સામે કાળી કમાણીનો આરોપ

અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર

આ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થયો હતો. જ્યારે, સ્થાનિકોનું ટોળું ભેગું થતાં ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં બાઇકનાં ફુરચેફુરચા બોલાયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી ફરાર ટ્રકચાલકની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Gondal માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક, જાણો કેટલો હરાજીમાં ભાવ બોલાયો

Tags :
Advertisement

.

×