Dahod : દેવગઢ બારીયાનાં અર્શીલ મકરાણીએ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં જિત્યો ગોલ્ડ મેડલ
- Dahod માં દેવગઢ બારીયાનાં તેજસ્વી વિદ્યાર્થી મકરાણી અર્શીલની અનોખી સિદ્ધિ
- રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના અભ્યાસ કરતા અર્શીલે ગોલ્ડ મેડલ જીત્યો
- રાજ્યકક્ષાની ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો
- SGFI દ્વારા ટેકવોન્ડો ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું
Dahod : દાહોદ જિલ્લામાં SGFI (School Games Federation of India) દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં દેવગઢ બારીયામાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાશાળી અને તેજસ્વી વિદ્યાર્થી મકરાણી અર્શીલ ઈરફાનભાઈએ ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ જીત્યો છે. અર્શીલની આ સિદ્ધિથી પરિવાર સહિત સમગ્ર જિલ્લાનું નામ રોશન થયું છે.
અર્શીલની મહેનત, શિસ્તબદ્ધ તાલીમ, રમત પ્રત્યેની સમર્પણ ભાવનાએ અપાવી સિદ્ધિ
માહિતી અનુસાર, અર્શીલની સતત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને તેમની રમત પ્રત્યેની સમર્પણ ભાવનાએ તેમને આ પ્રતિષ્ઠિત સિદ્ધિ સુધી પહોંચાડ્યા છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ વચ્ચે ગોલ્ડ મેડલ જીતવું ખરેખર ગૌરવની બાબત છે. આ સિદ્ધિ સાથે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, દેવગઢબારિયા શહેર, દાહોદ જિલ્લો અને સમગ્ર ગુજરાત રાજ્યનું નામ ઉજ્જવલ થયું છે.
આ પણ વાંચો - Dahod : દેવગઢ બારીયાની ધો. 8 માં ભણતી મિત્તલ પટેલે પરિવાર-જિલ્લાનું નામ રોશન કર્યું
Dahod નો અર્શીલ હવે રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
હાલમાં મકરાણી અર્શીલ સુરત ખાતે નેશનલ સ્તરની તૈયારી માટેના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેમને ઉચ્ચ સ્તરીય માર્ગદર્શન અને તકનીકી તાલીમ મળી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ અરુણાચલ પ્રદેશ ખાતે યોજાનાર ખેલો ઇન્ડિયા નેશનલ ગ્રાઉન્ડ પર યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, પરિવાર, શિક્ષકમંડળ અને વાલીઓ અર્શીલની આ તેજસ્વી સિદ્ધિ પર ગર્વ અનુભવે છે. અર્શીલ નેશનલ સ્તર પર પણ તેમનું સર્વોચ્ચ પ્રદર્શન આપી દેવગઢબારિયા, દાહોદ અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલ : ઇરફાન અલી મકરાણી
આ પણ વાંચો - Chhota Udepur : પાવીજેતપુરમાં MLA ચૈતરભાઈ વસાવાએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ! જાણો સમગ્ર મામલો


