Gir Somnath: ઇકો ઝોનનો મામલો ગરમાયો, વિરોધ માટે ગીર પંથકમાં યોજાઈ રહી છે ખાટલા બેઠક
- આગામી દિવસોમાં ફરી વિરોધ નોંધાવવા તખ્તો તૈયાર
- ખાટલા બેઠક યોજી આગામી દિવસોના કાર્યક્રમ નક્કી
- સરકાર નવા GRથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે: પ્રવીણ રામ
Gir Somnath: ગીર પંથકમાં ઇકો ઝોનનો મામલો ફરી એકવાર ગરમાયો હોય તેવું લાગી રહ્યું છે. ઇકો ઝોનને લઈને ગીર પંથકમાં અત્યારે ખાટલા બેઠકો શરૂ થઈ ગઈ છે. હવે આગામી સમયમાં ફરી ઇકો ઝોનનો વિરોધની તૈયારી થઈ રહીં છે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં ફરી વિરોધ નોંધાવવા તખ્તો તૈયાર થઈ રહ્યો છે. ગીરના લોકો હજી પણ લડી લેવાના મૂડમાં લાગી રહ્યાં છે, તેના માટે જ અત્યારે ગીરના અનેક વિસ્તારોમાં અત્યારે ઇકો ઝોન મામલે ખાટલા બેઠકો શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: Narmada : ગર્ભવતી મહિલાને ઝોળીમાં નાખી 10 કિમી દૂર હોસ્પિટલ લઈ જવાઈ!
સરકાર નવા GRથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે: પ્રવીણ રામ
મળતી વિગતો પ્રમાણે ખાટલા બેઠક યોજી આગામી દિવસોના કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. આ મામલે પ્રવીણ રામે કહ્યું કે,‘સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા એક GR બહાર પાડ્યો છે, સરકાર નવા GRથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. વન્ય પ્રાણીથી કોઇનું મોત થાય તો 10 લાખ ચૂકવાશે. સરકારે લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે સહાય આપતું એક GR બહાર પાડ્યો છે.’ વધુમાં કહ્યું કે, ‘ડૉક્ટર બાળકને ચોકલેટની લાલચ આપી ઇન્જેક્શન લગાવે તેવી રીતે GR બહાર પાડીને સરકાર લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માંગી રહીં છે.
આ પણ વાંચો: CM Bhupendra Patel ની બીજી ટર્મને આજે 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ કહી આ વાત!
સરકાર ગીરના લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છેઃ પ્રવીણ રામ
પ્રવીણ રામે કહ્યું કે, ‘સરકાર પણ ગીરના લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરે છે. હિંસક પ્રાણીના હુમલામાં જનતાને જ નુકસાન થાય છે. જો સ્વ બચાવ કરે તો ખતરો રહે છે. નોંધનીય છે કે, અત્યારે ગીર પંથકના લોકો ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ આ મામલે ગીરના લોકોનું કહેવું છે કે, સરકારે GR બહાર પાડીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. જેના માટે અત્યારે બેઠકો પણ થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી સમયમાં વિરોધ મામલે ફરી વિરોધ કરવામાં આવશે.
આ પણ વાંચો: Surat : દીકરીઓની છેડતી કરનારા ઇસમને પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો!


