ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat By-Election : BJP એ કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા, જાણો તેમના વિશે

ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે.
11:34 PM Jun 01, 2025 IST | Vipul Sen
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે.
Gujarat by Election Gujarat First
  1. પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર જાહેર (Gujarat By-Election)
  2. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા મેદાને
  3. વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું
  4. વિસાવદરમાં હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પૈકી કોઈને ટિકિટ ન અપાઈ

Gujarat By-Election : મહેસાણા જિલ્લાની (Mehsana) કડી વિધાનસભા પેટાચૂંટણી (Kadi Assembly by-election) અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) અંગે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને (Rajendra Chavda) મેદાને ઉતાર્યા છે. જ્યારે, વિસાવદર માટે કિરીટ પટેલનું (Kirit Patel) નામ જાહેર કર્યું છે. વિસાવદરમાં હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પૈકી કોઈને પણ ટિકિટ આપવામાં આવી નથી.

આ પણ વાંચો - Mehsana : કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર

કડી માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ (BJP) આખરે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. માહિતી અનુસાર, ભાજપે કડી વિધાનસભા પેટાચૂંટણી માટે રાજેન્દ્ર ચાવડાને (Rajendra Chavda) ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે વિસાવદર પેટાચૂંટણી માટે કિરીટ પટેલના (Kirit Patel) નામની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, થોડીવાર પહેલા કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું હતું.

આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

મહત્ત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આથી, આજે મહામંથન બાદ ભાજપ દ્વારા બંને બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. કિરીટ પટેલની વાત કરીએ તો જુનાગઢ ભાજપનાં પૂર્વ જિલ્લા પ્રમુખ છે. ભૂપત ભાયાણીએ કિરીટ પટેલના નામની સંગઠન સમક્ષ રજૂઆત કરી હતી. આથી, સંગઠન દ્વારા કિરીટ પટેલને ટિકિટ અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લાની (Mehsana) કડી અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર (Visavadar) બેઠક પર 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે.

આ પણ વાંચો - Vadodra: બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર, ધારાસભ્ય દ્વારા કરાયો કૌભાંડનો આક્ષેપ

કિરીટ પટેલ, વિસાવદર ભાજપ ઉમેદવાર

> જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં વર્તમાનમાં ચેરમેન
> 2 ટર્મ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી
> 2 ટર્મ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી
> જુનાગઢ માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન
> વિધાર્થી કાળથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદમાં સક્રિય
> તાલાલા તાલુકાનું રાતિધાર મૂળ વતન
> વર્ષોથી જુનાગઢ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી

કોણ છે ભાજપ ઉમેદવાર રાજેન્દ્રકુમાર ચાવડા ?

> કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર
> વર્ષ 1972 માં જનસંઘમાં જોડાયા હતા રાજેન્દ્રકુમાર ચાવડા
> વર્ષ 1981 માં તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા અને જીત્યા
> વર્ષ 1985 માં જોટાણા વિધાનસભા ચૂંટણી લડ્યા અને હાર્યા
> ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર પદે રહ્યા
> મહેસાણા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાનાં પૂર્વ અધ્યક્ષ
> સરકારી જિલ્લા કમિટીઓમાં વિવિધ જવાબદારી નિભાવી
> શ્રી બ્રહ્માણી કન્ઝ્યુમર્સ સહકારી મંડળીનાં પ્રમુખ

કોણ છે કોંગ્રેસ ઉમેદવાર કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડા ?

> કડી વિધાનસભા પેટાચૂંટણીનાં કોંગ્રેસના ઉમેદવાર
> કડીના પૂર્વ ધારાસભ્ય છે રમેશ ચાવડા
> રમેશ ચાવડા છે કડીનાં સ્થાનિક નેતા
> રમેશ ચાવડા જાણીતા અભિનેતા હિતુ કનોડિયા સામે જીતી ચૂક્યા છે ચૂંટણી
> કરશન સોલંકી સામે રમેશ ચાવડા હાર્યા હતા ચૂંટણી
> સ્થાનિક સ્તરે રમેશ ચાવડાની લોકપ્રિયતા
આ પણ વાંચો - Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત
Tags :
Bhupat BhayaniBJPGujarat By ElectionGujuarat BJPHarshad RibdiaJunagadhKadi Assembly By-ElectionKirit PatelRajendra ChavdaVisavadar
Next Article