ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat by-Election : કડી-વિસાવદર બેઠક પર કાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, વાંચો વિગત

પેટા ચૂંટણી માટે કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500 કર્મચારીઓના સ્ટાફની ફાળવણી કરાઈ છે.
11:40 PM Jun 18, 2025 IST | Vipul Sen
પેટા ચૂંટણી માટે કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500 કર્મચારીઓના સ્ટાફની ફાળવણી કરાઈ છે.
  1. આવતીકાલે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન (Gujarat by-Election)
  2. કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500 નો સ્ટાફ ફાળવવામાં આવ્યો
  3. મતદાન મથકો પર 800 થી વધુ પોલીસકર્મી, SRPF ની 3 અને CRPF 4 ટુકડી તૈનાત રહેશે
  4. વિસાવદર અંતર્ગત 161 ગામડાનો સમાવેશ, કડી શહેરમાં 54, ગ્રામ્યમાં 240 મતદાન મથક ઉભા કરાયા

Gujarat by-Election : ગુજરાતમાં આવતીકાલે મહેસાણા જિલ્લાની (Mehsana) કડી વિધાનસભા અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે, જેને લઈને EVM ફાળવણી, સ્ટાફ ફાળવણી, સુરક્ષા બંદોબસ્તની કામગીરી પૂર્ણ કરાઈ છે. માહિતી અનુસાર, પેટા ચૂંટણી માટે કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500 કર્મચારીઓના સ્ટાફની ફાળવણી કરાઈ છે. જ્યારે, 800 થી વધુ પોલીસકર્મી, SRPF ની 3 જ્યારે CRPF ની 4 ટુકડી તૈનાત રહેશે.

કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગના 1500 ના સ્ટાફની ફાળવણી

ગુજરાતમાં આવતીકાલે બે વિધાનસભા બેઠક કડી (Kadi) અને વિસાવદર (Visavdar) બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જે હેઠળ કુલ 294 મતદાન મથકો પર વહીવટી વિભાગનો 1500 નો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. સાથે જ મતદાનનાં દિવસે 800 થી વધુ પોલીસકર્મી, SRPF ની 3 અને CRPF 4 ટુકડી તૈનાત રહેશે. વિસાવદર પેટા ચૂંટણી અંતર્ગત 161 ગામડાઓનો સમાવેશ કરાયો છે. જ્યારે, કડી શહેરમાં 54 અને ગ્રામ્યમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે. સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : પોલીસની કામગીરી અંગે એડિશનલ CP સાથે Gujarat First ની વાતચીત

કડી શહેરમાં 54, ગ્રામ્યમાં 240 મતદાન મથક ઊભા કરાયા

કડી વિધાનસભા બેઠકની (Kadi Assembly by-Election) વાત કરીએ તો MLA કરશન સોલંકીનાં (MLA Karsan Solanki) નિધન બાદ બેઠક ખાલી પડી છે. BJP તરફથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે (Congress) રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જો કે, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આયાતી હોવાથી મતદાન નહીં કરી શકે. કોંગ્રેસનાં ઉમેદવાર રમેશ ચાવડા ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન કરશે એવી માહિતી છે. ઉપરાંત, પૂર્વ Dy. CM નીતિન પટેલ (Nitin Patel) મણીપુર બ્રાહ્મણની વાડીમાં મતદાન કરશે. કડી શહેરમાં 54 અને ગ્રામ્યમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે, જે હેઠળ ન્યૂ આદર્શ હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ આધારિત બૂથ બનાવાયું છે. જ્યારે, કડીનાં લક્ષ્મીપુરા અને રંગપુરડામાં સખી બૂથ બનાવાયું છે. જો કે, 106 સંવેદનશીલ બૂથ જાહેર કરાયા છે.

આ પણ વાંચો - Ahmedabad : ગાંધીનગર બાદ અમદાવાદમાં દીવાલ પડી, બે શ્રમિકનાં મોત

વિસાવદરમાં સ્થાનિક ઉમેદવાર પર મતદારોને વધુ ભરોસો!

વિસાવદર વિધાનસભા બેઠકની (Visavdar Assembly by-Election) વાત કરીએ તો આ બેઠક સૌરાષ્ટ્રની હરહંમેશ લોકચર્ચામાં રહેતી બેઠક છે. આ વખતે ભાજપ દ્વારા કિરીટ પટેલ, કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયા જ્યારે AAP એ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ એ કિશોરભાઈ કાનકડ (કાનપરિયા) ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. વિસાવદરની બેઠકનાં ઇતિહાસની વાત કરીએ તો અહીં મોટાભાગે સરકાર વિરોધી પક્ષ પર મતદારો મહોર મારી જીતાડતા હોવાનું જોવા મળ્યું છે. વિસાવદરમાં સ્થાનિક ઉમેદવાર પર મતદારોને વધુ ભરોસો હોય છે. જ્યારે, રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિક પ્રશ્નો, અસ્મિતાનાં આધારે હાર-જીતનો નિર્ધાર હોય છે. વર્ષ 2007 બાદથી ભાજપ વિસાવદર બેઠક જીતી શક્યુ નથી.

ભાજપની જીત નિશ્ચિત છે : રાઘવજી પટેલ

વિસાવદર પેટાચૂંટણીમાં મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વિસાવદર પેટાચૂંટણીને લઈ મંત્રી રાઘવજી પટેલનું (Raghavji Patel) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની જીત નિશ્ચિત છે. AAP સોશિયલ મીડિયામાં જોવા મળે છે. દારૂ અને રૂપિયાને લઈ તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં રહેવા માટે આ પ્રકારના કારનામા કરે છે. પરંતુ, ભાજપની જીત નિશ્ચિત છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ!

Tags :
AAPBJPCongressCRPFDy. CM Nitin PatelEVMGopal ItaliaGUJARAT FIRST NEWSJunagadhKadi Assembly By-ElectionKirit PatelMehsanaMLA Karsan SolankiNitin RanpariyaRajendra ChavdaRamesh ChavdaSRPFTop Gujarati NewsVisavdar Assembly By-Election
Next Article