Gujarat: ખેડૂતે પશુપાલનના વ્યવસાયમાં મહિને રૂ.8 લાખની આવક મેળવી
- મજુરોને મહિને 1.30 લાખ રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે
- એક લિટર દૂધનાં સરેરાશ 90 રૂપિયા ભાવ મળે છે
- પશુપાલનમાં હરણફાળ ભરેલ પશુપાલકોની સિદ્ધિ જુઓ
ખેતી સાથે પશુપાલન (Animal husbandry)નો વ્યવસાય અત્યારે વધુ ફૂલ્યો ફાલ્યો છે ત્યારે સાવરકુંડલાનાં નેસડી ગામના પ્રતાપભાઇ બસીયાએ તબેલો 3 વિઘામાં બનાવ્યો છે. તબેલામાં 70 ભેંસો છે જેમાં મહિને રૂપિયા 12 લાખ સુધીનું દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે. ખર્ચ કાઢતા મહિને રૂપિયા લાખોનો નફો થઇ રહ્યો છે ત્યારે શું છે તબેલાની વિશેષતા અને પશુપાલનમાં હરણફાળ ભરેલ પશુપાલકો (Animal husbandry)ની સિદ્ધિ જોઈએ.
તબેલામાં કામ કરતાં મજુરોને મહિને 1.30 લાખ રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનાં નેસડી ગામે રહેતા 38 વર્ષીય પ્રતાપભાઇ બસીયાએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. ખેતીની સાથોસાથ છેલ્લા 4 વર્ષથી પ્રતાપભાઇ બસીયા પશુપાલન (Animal husbandry)સાથે જોડાયેલા છે તેમની પાસે કુલ 70 ભેંસો છે. દરેક ભેંસ સારી ઓલાદની છે. આ ભેંસો થકી રોજનું 300 લિટર દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે એક ભેંસની કિંમત રૂપિયા 1 લાખથી લઇને 2.90 લાખ સુધીની છે. તેમજ શ્રેષ્ઠ ઓલાદની ભેંસ રોજ 20થી 25 લિટર દૂધ આપે છે. પ્રતાપભાઈએ પોતાની વાડીમાં તબેલો બનાવ્યો છે જ્યાં 8 લોકો કામ કરે છે. તબેલામાં ભેંસ માટે RCCની બેઠક વ્યવસ્થા ઉપરાંત તબેલામાં લાઇટ અને પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે. તબેલામાં કામ કરતાં મજુરોને મહિને 1.30 લાખ રૂપિયાનું વેતન ચૂકવવામાં આવે છે. ઉપરાંત ડોકટર, દવા વગેરેનો ખર્ચ ચાર લાખ રૂપિયાનો થાય છે. તમામ ખર્ચ કાઢતા મહિને 8 લાખ રૂપિયા જેટલો નફો થાય છે પ્રતાપભાઈ દૂધ ઉપરાંત ભેંસનું છાણ વેચીને પણ કમાણી કરે છે. તેઓ 1500 રૂપિયામાં એક ટ્રેકટર છાણ વેચે છે.
આ પણ વાંચો: Surat: 31 ડિસેમ્બરને પગલે પોલીસની ભીંસ વધતા બુટલેગરે નવો કિમીયો અજમાવ્યો
એક લિટર દૂધનાં સરેરાશ 90 રૂપિયા ભાવ મળે છે
પ્રતાપભાઇ બસીયાએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું કે, તબેલામાં 70 ભેંસો છે તેમણે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાંથી ભેંસની ખરીદી કરી છે અને તબેલામાં રોજનું 300 લિટર દૂધનું ઉત્પાદન થયા છે. આ દૂધ સાવરકુંડલામાં દાનેવ ડેરી , નેસડી ગામ અને અન્ય વિસ્તારમાં પહોચાડવામાં આવે છે અને એક લિટર દૂધનાં સરેરાશ 90 રૂપિયા ભાવ મળે છે. રોજનું 320 થી 320 લીટર દૂધ ઉત્પાદન થાય છે જેમાં મહિને રૂપિયા 12 લાખ થી લઇને 13 લાખ રૂપિયા સુધીનું દૂધ થાય છે અને રોજ ભેંસને બંને સમય 5 kg ખાણ આપવામાં આવે છે તેમજ 8 kgથી 12 kg ઘાસચારો આપવામાં આવે છે.ખાણદાન આપવામાં આવતા દૂધ ક્વોલિટી વાળું આવે છે જેથી લોકોની માંગ વધુ રહે છે. આ રીતે નેસડીના પશુપાલક (Animal husbandry) તરીકે પ્રતાપભાઇ બસીયા લાખોની કમાણી પશુઓના દૂધમાંથી કરે છે.
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બદલાશે UPI, WhatsApp, Amazon Primeના નિયમો, આજે જ જાણો


