Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ચોમાસું હજી પૂર્ણ નથી થયું! આગામી સમયમાં ક્યાં થશે વરસાદ? જાણો શું કહ્યું હવામાન વિભાગે

ચોમાસું હજી પૂર્ણ થયું નથી હજુ પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ હજી આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી Gujarat: ગુજરાતમાં વરસાદને લઈને ઓગસ્ટ મહિનો ખુબ ભારે રહ્યો હતો. આ...
gujarat  ચોમાસું હજી પૂર્ણ નથી થયું  આગામી સમયમાં ક્યાં થશે વરસાદ  જાણો શું કહ્યું હવામાન વિભાગે
Advertisement
  1. ચોમાસું હજી પૂર્ણ થયું નથી હજુ પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ
  2. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ
  3. હજી આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી

Gujarat: ગુજરાતમાં વરસાદને લઈને ઓગસ્ટ મહિનો ખુબ ભારે રહ્યો હતો. આ મહિનામાં ગુજરાતમાં ખુબ વરસાદ આવ્યો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં વરસાદ એટલો આવ્યો નથી. આગાહી પ્રમાણે વરસાદ આવ્યો છે પરંતુ ઓગસ્ટ કરતા ઓછો આવ્યો છે. અત્યારે રાજ્યમાં કોઈ ભારે વરસાદના આગાહી કરવામાં આવી નથી. પરંતુ ચોમાસું હજી પૂર્ણ થયું નથી હજુ પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ છે. જો કે, ક્યારે આવશે તેની કોઈ આગાહી કરવામાં આવી નથી. મહત્વની વાત એ છે કે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનો છે.

Advertisement

આ પણ વાંચો: Bhavnagar : અસ્મિતા મહાસંમેલન પહેલા યુવરાજનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

Advertisement

કચ્છમાં પણ આગામી સાત દિવસ હળવો વરસાદ થશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામં આવે તો હજી આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ આગામી સાત દિવસ હળવો વરસાદ થવાનો છે. અત્યારે જ્યાં વરસાદની વાત કરવામાં આવે તો આગામી બે દિવસ માટે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેના પછી વાતાવરણમાં તાપમાન વધાવાનું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, અત્યારે રાજ્યના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Ambaji : 7 દિવસમાં 32.54 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, મંદિરમાં 2.66 કરોડ રોકડની આવક, સોનાનું પણ દાન થયું

આગામી સમયમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા નથી

નોંધનીય છે કે, Gujarat માં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી. તેની સાથે સાથે આગામી સમયમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ પણ નથી.અત્યારે બધાને એવું લાગી રહ્યું છે ચોમાસું પૂર્ણ થવાને આરે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ કરતા 44 ટકા જેટલો વરસાદ વધારે થયો છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં સામાન્ય કરતા 31 ટકા વધારે વરસાદ થયો છે. ગુજરાતમાં સામાન્ય કરતા પણ વધારે વરસાદ થયો છે. પરંતુ હજુ પણ આગામી સમયમાં થોડો ઘણો વરસાદ આવે તેવી સંભાવનાઓ છે.

આ પણ વાંચો: One Nation-One Elections: જાણો ગુજરાત સહિત આ રાજ્યોને શું અસર થશે

Tags :
Advertisement

.

×