Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : IPS નિતેશ પાંડેની 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી

ગુજરાત કેડરના વર્ષ-2017 ના IPS અધિકારી અને IIT (મદ્રાસ) પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ગુજસીટોક તપાસથી લઈને અનેક સફળ અને ઉત્કૃષ્ટ કામગીરી માટે 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી થઈ છે. આ બહુમાન 25 તારીખે કરાઈ, ગાંધીનગર ખાતે કરાશે. જિ.પો. વડા નિતેશ પાંડેયે પ્રોબેશન પિરિયડમાં જ ચકચારી ગુજસીટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કર્યું હતું.
gujarat police   ips નિતેશ પાંડેની  dgp કોમોડેશન ડિસ્ક 2024  માટે પસંદગી
Advertisement
  1. ગુજરાત કેડરના વર્ષ-2017 ના IPS અધિકારીને સન્માનિત કરાશે (Gujarat Police)
  2. IIT (મદ્રાસ) પ્રશિક્ષિત ભાવનગર જિ. પો. વડા નિતેશ પાંડેયનું થશે બહુમાન
  3. અનેક સફળ અને ઉત્કૃષ્ટ કામગીરી માટે 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી
  4. આ બહુમાન આગામી 25 તારીખે કરાઈ, ગાંધીનગર કરવામાં આવશે

Gandhinagar : ગુજરાત કેડરના વર્ષ-2017 ના IPS અધિકારી અને IIT (મદ્રાસ) પ્રશિક્ષિત એવા ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની (Bhavnagar District Police Chief Nitesh Pandey) ગુજસીટોક તપાસથી લઈને અનેક સફળ અને ઉત્કૃષ્ટ કામગીરી માટે 'DGP કોમોડેશન ડિસ્ક 2024' (DGP Commendation Disc 2024) માટે પસંદગી થઈ છે. આ બહુમાન આગામી 25 તારીખે કરાઈ, ગાંધીનગર કરવામાં આવશે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયે પ્રોબેશન પિરિયડમાં (અજમાયશી સમય) જ ચકચારી ગુજસીટોકની (Gujctoc) તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કર્યું હતું.

આ પણ વાંચો -Gandhinagar: મેડિકલ કોલેજમાં આગની ઘટના, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે

Advertisement

જિ.પો.વડા નિતેશ પાંડેયએ પ્રોબેશન પિરિયડમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કર્યું

ગુજરાત પોલીસનાં (Gujarat Police) બહાદુર અને કર્મનિષ્ઠ એવા ગુજરાત કેડરનાં વર્ષ-2017 ના IPS અધિકારી અને IIT (મદ્રાસ) પ્રશિક્ષિત ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની (Bhavnagar District Police Chief Nitesh Pandey) સિદ્ધિઓમાં વધારો થયો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય કે જેમણે પ્રોબેશન પિરિયડમાં (અજમાયશી સમય) જ ચકચારી ગુજસીટોકની તપાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રાલયનું સન્માન પ્રાપ્ત કર્યું હતું અને દ્વારકા જિલ્લામાં સાડા ત્રણ વર્ષ દરમિયાન મેગા ડિમોલેશન, ગેરકાયદેસર સમુદ્ર વાટે આવેલા ઈરાની નાગરિક પકડવા સહિતની જબરદસ્ત કાર્યવાહી કરી છે.

Advertisement

આ પણ વાંચો -Jamnagar: SIRની કામગીરીને લઈને BLOની ફરિયાદો, સ્ટાફમાં માનસિક તણાવ અને દબાણ

Gujarat Police, 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી થઈ

ઉપરાંત, તેમણે ફરજ દરમિયાન આયુર્વેદિક પીણાનાં નામે વેચતા અને આરોગ્ય માટે નુકસાનકારક સીરપની ઉત્પાદનથી લઈ વેચાણ સુધીની ચેનને નેસ્તનાબૂદ કરી હતી તથા દરિયામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા ખોટા દસ્તાવેજો વાળી અનેક ફિશિંગ બોટો શોધી તથા ખોટા દસ્તાવેજો આધારે પાસપોર્ટ બનાવવાનાં ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો. આ સિવાય અલગ-અલગ ગેંગો સામે ગુજસીટોક જેવા બ્રહ્માસ્ત્ર ઉગામીને ધ્વસ્ત કરી હતી. એવા ગુજરાત પોલીસના બાહોશ અધિકારી ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી થઈ છે. આ બહુમાન આગામી 25 તારીખે કરાઈ, ગાંધીનગર કરવામાં આવશે.

આ પણ વાંચો -Bhavangar: 'ગામની શાંતિ ડોહોળવાનો પ્રયાસ', પાટીદાર દંપતિ પર હુમલા બાદ ભરવાડ સમાજની બેઠક

Tags :
Advertisement

.

×