Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha: હિંમતનગરમાં બની ઘૃણાસ્પદ ઘટના, ગાયના વાછરડાનું કપાયેલું ધડ મળતાં ખળભળાટ

Sabarkantha: સોમવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘૃણાસ્પદ ઘટનાએ અનેક જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચાડી છે.
sabarkantha  હિંમતનગરમાં બની ઘૃણાસ્પદ ઘટના  ગાયના વાછરડાનું કપાયેલું ધડ મળતાં ખળભળાટ
Advertisement
  1. આ ઘટનાએ અનેક જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચાડી
  2. હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં બની આ ઘટના
  3. એ-ડીવીઝન પોલીસે ઘટના સ્થળે કાર્યવાહી હાથ ધરી

Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોમી એખલાસ જળવાઈ રહ્યો છે. ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે તમામ તહેવારો કોમી એક્તા મુજબ ઉજવાઈ રહયા છે. દરમિયાન સોમવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ઘૃણાસ્પદ ઘટનાએ અનેક જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. ત્યારે મહાવીરનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટી સ્થિત મકાનના કંપાઉન્ડ આગળથી ગાયના વાછરડાનું કાપી નાખેલુ ધડ મળી આવ્યુ હતુ. જેને લઈને એ-ડીવીઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી કપાયેલું માથુ કબ્જે લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તથા પોલીસે સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી છે.

આ પણ વાંચો: Chhota Udepur: ગ્રામજનો દ્વારા તરગોળ પ્રાથમિક શાળાને કરવામાં આવી તાળાબંધી

Advertisement

અંદાજે એક વર્ષના વાછરડાનું કાપેલુ ધડ મળી આવ્યો

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગમે તે કારણસર સોમવારે બપોર બાદ સાબર સોસાયટીના એક મકાનના કંપાઉન્ડ બહારથી એક ગાયના અંદાજે એક વર્ષના વાછરડાનું કાપેલુ ધડ પડયુ હતું. જેથી સ્થાનિક લોકોમાં આવું કૃત્ય કરનાર સામે ફીટકાર વરસાવાયો હતો. બીજી તરફ આવી ધ્રૂણાસ્પદ ઘટના અંગે વાયુ વેગે અન્ય લોકોને જાણ થઈ હતી. આ ઘટના અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસને ખબર પડતાં તરતજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Advertisement

આ પણ વાંચો: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર

પોલીસ સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, કપાયેલા ધડનો કબ્જો લઈને સુરાગ મેળવવા માટે છાપરીયા પોલીસ ચોકીએ પહોંચી હતી. હાલ તો પોલીસ સમગ્ર ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. કેટલાક વિસ્તારોમાં લગાવાયેલ સીસીટીવીના ફુટેજ તપાસવાનું શરૂ કર્યુ હતું. બીજી તરફ આવું હિચકાળુ કૃત્ય કરનાર નરાધમોને તંત્ર દ્વારા સબક શીખવાડવામાં આવે તેમ અનેક જીવદયા પ્રેમીઓનું માનવું છે. બીજી તરફ સમગ્ર ઘટના અંગે વિહિપ અને બજરંગ દળના કાર્યકરોને ખબર પડતાં તેઓ રોષે ભરાઈને પહોંચી ગયા હતાં.

અહેવાલ: યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે શંકરભાઈ ચૌધરીનું મોટું નિવેદન, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×