Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BREAKING : Porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
breaking   porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ  3 જવાન શહીદ
Advertisement
  1. Porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર સર્જાઈ મોટી દુર્ઘટના
  2. કોસ્ટગાર્ડનાં એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું
  3. આ દુર્ઘટનામાં 3 જવાન શહીદ થયા, કેટલાક ઇજાગ્રસ્ત
  4. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

પોરબંદર (Porbandar) કોસ્ટગાર્ડ એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કોસ્ટગાર્ડનાં એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ગમખ્વાર ઘટના બની છે. આ દુર્ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા હોવાની માહિતી છે. જ્યારે, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બે માસ પહેલા પણ સમુદ્રમાં એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ પણ વાંચો - Surat : કબડ્ડીનાં 25 વર્ષીય ખેલાડીનું Heart Attack થી મોત, આસિ. બેંક મેનેજરનો આપઘાત

Advertisement

Advertisement

હેલિકોપ્ટર ક્રેશ થતાં ત્રણ જવાન શહીદ

પોરબંદરનાં કોસ્ટ ગાર્ડ એરપોર્ટ (Coast Guard Airport, Porbandar) પર હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોસ્ટગાર્ડનાં એર એન્કલેવ પર આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને પછી જોરદાર વિસ્ફોટ થયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા હોવાની માહિતી છે. જ્યારે હેલિકોપ્ટરમાં સવાર અન્ય લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જણાવી દઈએ કે, બે માસ પહેલા પણ સમુદ્રમાં કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ પણ વાંચો - Surat : ઘર બહાર રમતી માસૂમ બાળકીઓ સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા, થયા આવા હાલ!

Tags :
Advertisement

.

×