Gujarat Firstના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું, કડીના દૂધઈ ગામની સમસ્યાનો આવ્યો અંત
- અહેવાલ બાદ ગામના લોકોની સમસ્યાનો આવ્યો અંત
- અંતિમયાત્રા માટે ગંદા નાળામાંથી લોકોને થવુ પડતું હતું પસાર
- અહેવાલ બાદ નાળા પર પુરાણ કરવાની કામગીરી શરૂ
Impact of Gujarat First: ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળે છે, તેના અનેક ઉદાહરણો સામે આવેલા છે. અત્યારે મહેસાણમાાં પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. થોડા સમય પહેલા ગુજરાત ફર્સ્ટ દ્વારા કડી તાલુકાના દૂધઈ ગામનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઘટના કંઈક એવી હતી કે, અંતિમયાત્રા માટે દૂધઈ ગામના લોકોને ગંદા પાણીના નાળામાંથી પસાર થવું પડતું હતું. જેથી આની સામે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: Surat : કબડ્ડીનાં 25 વર્ષીય ખેલાડીનું Heart Attack થી મોત, આસિ. બેંક મેનેજરનો આપઘાત
અંતિમયાત્રા માટે ગંદા નાળામાંથી લોકોને થવુ પડતું હતું પસાર
કડી તાલુકાના દૂધઈ ગામના લોકોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગામ લોકોની સમસ્યાનો અંત આવ્યો છે. જેથી આ લોકોએ ગુજરાત ફર્સ્ટનો આભાર પણ માન્યો છે. પહલેા અંતિમયાત્રા માટે ગામ લોકોને નાળામાંથી લોકોને પસાર થવું પડશે. ગુજરાત ફસ્ટ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ગંદાનાળા પર અવરજવરની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષથી ગામ લોકોને ગંદા નાળામાંથી પસાર થવું પડતું હતું.
આ પણ વાંચો: BREAKING : Porbandar કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 જવાન શહીદ
હવે ગંદા નાળામાંથી અંતિમયાત્રા લઈ નહીં જવી પડે
નોંધનીય છે કે, 20 વર્ષથી સહેવાતા આ ગંદા નાળામાંથી પસાર થવું પડતું હતું, જેથી ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી કરીને લોકોના પ્રશ્રનો નિકાલ લાવ્યો છે. અત્યારે તંત્ર દ્વારા નાળા પર પુરાણ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને અવરજવર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવે લોકોને ગંદા નાણાંમાંથી અંતિમયાત્રા લઈ જવી નહીં પડે. લોકોએ આ માટે ગુજરાત ફર્સ્ટનો ખાસ આભાર માન્યો છે.
આ પણ વાંચો: Banaskantha Division મુદ્દે વિરોધનો વંટોળ! દિયોદરમાં વિશાળ જનસભા, ઉપવાસ આંદોલનની જાહેરાત!


