Natural Farming: ખેડૂતો માટે પ્રેરણારૂપ છે આ દંપતી, ડોલરની નોકરી છોડી કરી રહ્યાં છે સરગવાની પ્રાકૃતિક ખેતી
- વિદેશની ધરતી ઉપર વસનારા લોકો માંટે આઇડિયલ બન્યા
- વિદેશની નોકરી છોડીને સરગવાની પ્રાકૃતિક ખેતી કરી
- અનેક પ્રકારની 100 ટકા આયુર્વેદિક ઉત્પાદનો બનાવ્યાં
Natural Farming: અભ્યાસ એન્જિનિયરિંગ સુધીનો પણ વ્યવસાયે ખેડુત કમ દાક્તર બોડેલી તાલુકાના એક નાનકડા ગામમાં વસેલ યુવક અને તેઓના અર્ધાગની તેઓની કોઠા સુઝના પ્રતાપે દેશ સહિત વિદેશની ધરતી ઉપર વસનારા લોકો માંટે આઇડિયલ બન્યા છે. આજે વાત કરવાની છે એવા શિક્ષિત યુગલની કે જેઓ વિદેશની નોકરી છોડીને સરગવાની પ્રાકૃતિક ખેતી કરી અનેક પ્રકારની 100 ટકા આયુર્વેદિક ઉત્પાદનો બનાવી દેશ તેમજ વિદેશમાં જાણીતા થયા છે.
આ દંપતી બન્યા માટે પણ બન્યા છે પ્રેરણાદાયક
વધારે વિગતે વાત કરવામાં આવે તો, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તોતરમાતા ગામનું યુગલ વિદેશમાં નોકરી છોડીને સરગવાની પ્રાકૃતિક ખેતી કરીને સરગવાના પાનનો પાઉડર, ચીકી, હર્બલ સાબુ, થેપલા, ચીકી, એનર્જી બાર, સિડ્સ તેલ અને મધ જેવી વિવિધ પ્રકારની પ્રોડક્ટ બનાવીને વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તોતરમાતા ગામના 30 વર્ષીય વિશાલ પટેલ ડિપ્લોમા એન્જિનિયર અને તેમના પત્ની મનીષા પટેલ અંગ્રેજી માધ્યમથી સ્નાતક થયેલા છે. આથી વિશેષ વાત કરીએ તો વિશાલ પટેલ કોમ્પયુટરની નોકરી માટે સિંગાપોર પણ જઈ આવ્યા છે. આ સાથે અમેરિકામાં તેઓના પારિવારિક સભ્યો હોઈ તેમના માટે અમેરિકા જવાની પણ ઉત્તમ તક રહેલી છે. છતાં નોકરી છોડી દીધી અને તેઓના વારસાને જીવંત રાખવા તેમની પરંપરાગત ઔષધીય જ્ઞાનને ટકાવી રાખવા માટેના ભગીરથ કાર્યને અંજામ આપી રહ્યા છે.
આ દંપતીએ ખેતીમાં કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું
આ કાર્યની શરૂઆત એકલા હાથે કરી પણ આગળ જતા તેમના અર્ધાંગિની અભિયાનમાં ખભો મિલાવીને આગળ એક એક ડગ માંડવાનું શરૂ કર્યું. આ દંપતીએ પૂર્વજોની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરુ કર્યું અને કઈક અલગ કરવાનુ સ્વપ્ન જોયું. માટે તેઓએ જમીનમાં એક કણ પણ રાસાયણિક ખાતર ન લાગે તેવી કાળજી રાખીને કાર્યને અંજામ આપવાનું શરૂ કર્યું. વિશાલભાઈના પિતાજી પરંપરાગત ખેડૂત છે અને તેમના પગના દુ:ખાવો રહેતો હતો. લાકડીના ટેકા વગર ચાલી ના શકે અને રાત્રે ઉભું થવામાં પણ તકલીફ થાય, કોઈની મદદ લેવી પડતી હતી. તેવામાં તેમને કોઈએ સરગવાના પાનનો પાઉડર લેવાની સલાહ આપી હતી.
પિતા-પુત્રએ આ પ્રયોગ કરવા રોજ આ પાઉડર બનવાનું શરુ કર્યું અને તેનો ઉપયોગ કરવાની પણ ઘરથી જ શરૂઆત કરી હતી. તેમના માતા-પિતા બંને આજે આશરે 70 વર્ષની ઉમરના છે. આ પાઉડરથી તેમના પગ, સ્નાયુ, સાંધા અને કમર દુ:ખાવો બંધ થઈ ગયો છે, ઉપરાંત બ્લડપ્રેશર વગેરે કંટ્રોલમાં રહે છે. પાઉડરનો એક ઔષધી તરીકે પરીણામ મળતા દંપતી પાઉડર બનાવતા ગયા અને જરૂરિયાતમંદ ને પણ આપવાનું શરૂ કર્યું. જેમાં પણ અસરકારક પરિણામ મળતા એક નાનકડી શરૂઆત આજે વિદેશમાં પણ ગાજી રહી છે.
આ પણ વાંચો: ખેતી થકી મબલક ઉત્પાદન મેળવતા મુકેશભાઈ રાઠવાનો ખેડૂતો જોગ સંદેશ, જાણો શું કહ્યું...
આ પાઉડર કેવી રીતે બનીને તૈયાર થાય છે?
વિશાલભાઈ પાઉડર બનાવતી વખતે કોઈ મિલાવટ નહીં, પાન તોડ્યા પછી સુર્ય પ્રકાશ ન લાગે, પાઉડર બનાવવા માટે મિક્ક્ષ્ચરનો જાર ગરમ ન થાય, ધૂળ-કચરો ન લાગે, પાનને બરાબર સાફ કરી ને જ પ્રોસેસ કરવી. ઝાડમાંથી પાન જાતે જ રોજ તોડવા. 06-08 ફૂટ ઉચા આ સરગવાના ઝાડમાંથી 02-02 ફૂટ ઉપર-નીચેથી પાન નહિ તોડવાના, કુમળા પાન હોય અને નીચે પીળા પડી ગયેલા પાન હોય તો પુરતો ફાઈબર ન મળી શકે જેવી ઝીણવટ પૂર્વકની ચોકસાઈ રાખે છે.
આ પણ વાંચો: VADODARA : ખેડૂતની વાત માનશો તો હોસ્પિટલ જવાનો વારો નહીં આવે
અમેરિકામાં આ પ્રોડક્ટની ખુબ માંગ છે: ખેડૂત
વિશાલભાઈ ખેતરમાં રાસાયણિક ખાતર ઉપયોગ કરતા જ ન હતા અને આત્મા પ્રોજેક્ટ ના સંપર્કમાં આવી તેવો જીવાશ્મ, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જેવા કુદરતી મિશ્રણ બનાવતા શીખી ને ઉપયોગમાં લેવા લાગ્યા. ત્યારબાદ ફક્ત સરગવાના પાનના પાઉડર પર જ ફોકસ કરવા માટે તેઓ આ કુદરતી ખાતરો બહારથી લાવીને ઉપયોગ કરે છે. વિશાલભાઈ કહે છે કે અમેરિકામાં આ પ્રોડક્ટની ખુબ માંગ છે. ત્યાં લોકો આને મોરીન્ગા એલીફીરા પાઉડર તરીકે ઓળખે છે. તેમણે તેમના ખેતરમાં 06 થી 07 હજાર સરગવાના છોડ ઉછેર્યા છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને ખેતીમાં મેળવી સફળતા, આવક થઈ બમણી...
જાણો કેવી રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે?
આ પહેલા તેમણે અન્ય રાજ્યમાં એકી સાથે દોઢ લાખ રોપા પણ બનાવીને આપ્યા હતા. તેઓ હવે માત્ર જથ્થો જ નહીં, પણ ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપે છે. હવે આવનાર ભવિષ્યમાં સરગવાની શીન્ગમાંથી પાઉડર અને બીજમાંથી ઓઈલ બનાવવા માંગે છે. આ ઓઈલને ટુથપેસ્ટ, બોડી મસાજ, સાબુ, એનર્જીબાર અને ન્યુટ્રીશન ટેબ્લેટ વગેરે ચીજ વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે. તેઓ વધુ વાત કહે છે કે, કોઈ પણ ઉમરનો માણસ, બીમાર, સાજો, મેદસ્વી, પાતળો, સગર્ભા બહેનો અને બાળકો કોઈ પણ આ પાઉડર ખાઈ શકે છે. તેમનું કહેવું છે કે, કેટલાક તાલુકાઓમાં આંગણવાડીમાં બાળકોને અને સગર્ભા બહેનોને આ પાઉડર નિયમિત આપવામાં આવે છે. રોટલીમાં, ચાહમાં, દાળ-શાકમાં, ભજીયામાં અને શરબતમાં વગેરે જેવા વ્યંજનોમાં આ પાઉડર ઉમેરી શકાય છે.


