Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!
- અમુલ ડેરીનાં ડિરેક્ટર પપ્પુ પાઠક સામે ગંભીર આક્ષેપ (Kheda)
- પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કર્યા ગંભીર આક્ષેપ
- પપ્પુ પાઠક ડિરેક્ટર અને બાલાસિનોરનાં પૂર્વ ધારાસભ્ય
- ડિરેક્ટર પપ્પુ પાઠક કરે છે અમુલનો વહીવટ : કેસરીસિંહ
ખેડામાં (Kheda) એક વાર ફરી રાજકીય માહોલ ગરમાયો છે. તેનું કારણ એક પૂર્વ ધારાસભ્ય દ્વારા અન્ય ભૂતપૂર્વ ધારાસભ્ય અને હાલનાં અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ (પપ્પુ ) પાઠક (Rajesh Pathak) પર ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપ છે. માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ (Kesarisinh Solanki) બાલાસિનોરનાં પૂર્વ ધારાસભ્ય અને અમુલ ડેરીનાં (Amul Dairy) ડિરેક્ટર રાજેશ (પપ્પુ) પાઠક પર ભ્રષ્ટાચારનાં ગંભીર આક્ષેપો કર્યા છે.
આ પણ વાંચો - ANAND : બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું
Amul Dairy ના ડિરેક્ટર Pappu Pathak સામે ગંભીર આક્ષેપ | Gujarat First
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કર્યા ગંભીર આક્ષેપ
પપ્પુ પાઠક ડિરેક્ટર અને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય
ડિરેક્ટર પપ્પુ પાઠક કરે છે અમુલનો વહીવટ: કેસરીસિંહ
2003માં વિલના આધારે ખોટી રીતે બન્યા ખેડૂત: કેસરીસિંહ… pic.twitter.com/JS4WoBr50p— Gujarat First (@GujaratFirst) March 21, 2025
પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કર્યા ગંભીર આક્ષેપ
માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ આરોપ સાથે જણાવ્યું કે, હાલ અમુલ ડેરીનાં ડિરેક્ટર અને બાલાસિનોરનાં (Balasinor) પૂર્વ ધારાસભ્ય રાજેશ (પપ્પુ) પાઠક અમુલનો વહીવટ કરે છે. 1 જુલાઈ 2003 માં વિલનાં આધારે ખોટી રીતે પપ્પુ પાઠક ખેડૂત બન્યા અને 20 સપ્ટેમ્બર, 2007 ના રોજ ગણોત કેસમાં તેઓ ખેડૂત નથી તેવું સાબિત થયું હતું. વર્ષ 2009 માં હયાતી વારસાઈ કરાવી તેના પરિવારજનોને પણ ખેડૂત બનાવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપ સાથે કહ્યું કે, હાલ પપ્પુ પાઠક (Pappu Pathak) અને તેમના પરિવારજનોનાં નામે 160 વિઘા જેટલી જમીન ખરીદવામાં આવી છે. બાલાસિનોર અને વીરપુર તાલુકાનાં 10 ગામોમાં આ જમીનો ખરીદવામાં આવી છે.
આ પણ વાંચો - રાજ્યભરમાં 'Mega Demolition' ની કાર્યવાહીથી 'અસામાજિક તત્વો' માં ફફડાટ!
જરૂર પડે પોતે ફરિયાદી બની લડશે તેવો કેસરીસિંહનો હુકાર
કેસરીસિંહ સોલંકીએ (Kesarisinh Solanki) આરોપ લગાવ્યો કે, કેટલીટ સરકારી જમીનો પર ખોટા ઠરાવો કરાવી શોપિંગ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત, અમુલમાં ગોડાઉન (Kheda) ભાડે લેવા સહિતનાં કામોમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ અંગે કેસરીસિંહ વકીલ મારફતે માહિતી માગશે અને જરૂર પડે પોતે ફરિયાદી બની લડશે તેવો કેસરીસિંહે હુંકાર કર્યો છે. જણાવી દઈએ કે, કેસરીસિંહ સોલંકીએ આરોપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
આ પણ વાંચો - Fake Currency Expose Gujarat : અત્યારે જ જોઈલો તમારા ખિસ્સાની નોટ નકલી તો નથી ને...


