Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ડાયરામાં પહેલીવાર રૂપિયા સાથે રોટલાની ઘોળ થઈ, See Pictures

પાટણ શહેરમાં આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં પ્રસાદીરૂપે રોટલા કે રોટલી ચડાવવામાં આવે છે આ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં એક લોકડાયરો યોજાયો હતો જેમાં ડાયરાના મંચ પર પૈસાની જેમ રોટલાની ઘોળ થઈ હતી અને મંચ પર રોટલા અને રોટલીનો ઢગલો...
patan   ડાયરામાં પહેલીવાર રૂપિયા સાથે રોટલાની ઘોળ થઈ  see pictures
Advertisement

પાટણ શહેરમાં આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં પ્રસાદીરૂપે રોટલા કે રોટલી ચડાવવામાં આવે છે આ મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં એક લોકડાયરો યોજાયો હતો જેમાં ડાયરાના મંચ પર પૈસાની જેમ રોટલાની ઘોળ થઈ હતી અને મંચ પર રોટલા અને રોટલીનો ઢગલો થયો હતો.

Advertisement

પાટણમાં આવેલા રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં જીવદયાનું માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં ડાયરામાં પ્રવેશ માટે એક વ્યક્તિના પ્રવેશ માટે એક રોટલો કે રોટલી લાવવી ફરજીયાત હતી અને રોટલો કે રોટલી લાવનારને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

આ અનોખા લોક ડાયરોના યોજવા પાછળ મુખ્ય ઉદેશ મૂંગા પશુ, પંખીઓ તેમજ શ્વાનને ભોજન પૂરું પાડવાનો હતો. આ માટે મોટી સંખ્યામાં લોકો રોટલા, રોટલીઓ લઇ ઉમટી પડ્યા હતા. થોડાક જ સમયમાં સ્ટેજ ઉપર પૈસાની સાથે રોટલા અને રોટલીનો ઢગલો થઈ ગયો હતો. મહત્વની વાત છે કે આ ડાયમાં ખુદ કલાકાર કિર્તીદાન પણ 5 રોટલા લઈને આવ્યા હતા અને ડાયરામાં પ્રવેશ કર્યો હતો.

આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પાટણમાં રોટલીયા હનુમાનજીનું એક માત્ર મંદિર છે જ્યાં ભગવાનને આભુષણ નહી રોટલા અને રોટલી ચડાવવામાં આવે છે અને આ રોટલા-રોટલી પશુઓ અને કુતરાઓને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આવું વિશ્વનું પહેલું મંદિર છે જ્યાં રોટલા-રોટલી ચડે છે. પશુઓના હિત માટે આ અનોખું કારનારાઓને શુભકામનાઓ, હું પણ 5 રોટલા સાથે લાવ્યો છું. હું દરેકને વિનંતિ કરૂ છું કે જ્યારે પણ દર્શન કરવા આવો સાથે રોટલા કે રોટલી લઈને આવો.

(ઈનપુટ : યશવંત પટેલ, પાટણ)

આ પણ વાંચો : બે ફૂટ લાંબા નખ ધરાવનાર અરજણભાઇને લોકો અરજણભાઇ નખવાળા તરીકે ઓળખે છે

Tags :
Advertisement

.

×