Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: બોરવેલમાં ફસાયેલી 18 વર્ષીય ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ, 33 કલાકથી ચાલુ હતું રેસ્ક્યુ

Kutch: NDRF ના 30 જવાનો તેમજ BSF આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા 33 કલાકછી રેસ્ક્યુમાં અવિરત જોડાયેલી હતી, પરંતુ અફસોસ કે તેનો જીવ બચી શક્યો નથી.
kutch  બોરવેલમાં ફસાયેલી 18 વર્ષીય ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ  33 કલાકથી ચાલુ હતું રેસ્ક્યુ
Advertisement
  1. યુવતીના મૃતદેહને બહાર કાઢવા તજવીજ હાથ ધરી
  2. ઈન્દિરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છલાયો
  3. 540 ફૂંટ ઊંડા બોરમાં પડી ગઈ હતી 18 વર્ષની યુવતી

Kutch: ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ 18 વર્ષની યુવતી ઇન્દિરા જિંગદીનો જંગ હારી ગઈ છે, તેના મોતથી અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. NDRF ના 30 જવાનો તેમજ BSF આર્મી અને ફાયર બ્રિગેડની ટીમ છેલ્લા 33 કલાકછી રેસ્ક્યુમાં અવિરત જોડાયેલી હતી, પરંતુ અફસોસ કે તેનો જીવ બચી શક્યો નથી.

આ પણ વાંચો: Surat : પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ, 6 દાઝ્યા

Advertisement

બસ 60 ફૂંટ જ અંતર બાકી રહ્યું હતું અને...

નોંધનીય છે કે, હવે NDR, BSF આર્મી અને ફાયર બ્રિગેડ દ્વારા યુવતીના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી દીધી છે. વિગતો એવી પણ સામે આવી હતી કે, 24 કલાક વીતી ગયા બાદ યુવતીને બહાર નીકળવા માટે બસ 60 ફૂંટ જ અંતર બાકી રહ્યું હતું પણ રેસ્ક્યૂના સાધનો છટકી જતાં યુવતી ફરી નીચે પડી ગઈ છે. જેના કારણે પણ તેનું મોત થયું હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ઇન્દિરાના મોત થઈ અત્યારે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot : વિંછીયામાં પોલીસ પથ્થમારો, 50 થી વધુની ધરપકડ, કર્ફ્યુ જોવા માહોલ

540 ફૂંટ ઊંડા બોરમાં ગઈ હતી 18 વર્ષીય ઇન્દિરા

ઇન્દિરા ગઈ કાલે 540 ફૂંટ ઊંડા બોરમાં પડી ગઈ હતી, આ સમગ્ર બાબતની જાણ થતાની સાથે NDRF ના 30 જવાનો તેમજ BSF આર્મી અને ફાયર બ્રિગેડ દ્વારા તેને કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું હતું. પરંતુ 33 કલાક બાદ ઇન્દિરા જિંદગીનો જંગ હારી ગઈ અને તેનું મોત થઈ ગયું. અત્યારે હવે તેના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં પણ હજી કેટલો સમય લાગશે તેનું કોઈ ચોક્કસ અનુમાન નથી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×