Kutch : માધાપરનાં દંપતીએ તૈયાર કરી 'ઓપરેશન સિંદૂર' ની સફળતાને ઉજાગર કરતી વિશિષ્ટ પેઇન્ટિંગ
- જાણીતા રોગાન કળા કારીગરે વિશિષ્ટ પેઇન્ટિંગ તૈયાર કરી
- "ઓપરેશન સિંદૂર"નાં સફળ અમલને ઉજાગર કરતી પેઇન્ટિંગ બનાવી
- પીએમ મોદીનાં આગમન પહેલા સ્વાગતરૂપે રોગાન પેઇન્ટિંગ
- દુર્લભ અને વિલુપ્ત થતી કળા દ્વારા પ્રેરણાદાયી સંદેશ આપ્યો
કચ્છ જિલ્લાના (Kutch) ભુજ તાલુકામાં આવેલા માધાપર ગામનાં જાણીતા રોગાન કળા ( Rogan Painting) કારીગર આશિષ કંસારા અને કોમલ કંસારાએ "ઓપરેશન સિંદૂર"નાં (Operation Sindoor) સફળ અમલને ઉજાગર કરતી એક વિશિષ્ટ પેઇન્ટિંગ તૈયાર કરી છે. આ પેઇન્ટિંગમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સંવેદનશીલતાને દર્શાવવામાં આવી છે, જેમાં બ્રહ્મમોશ, સુખોઈ જેવી રણનૈતિક શક્તિ અને પહેલગામ આતંકવાદી હુમલાને અનુસરી રહેલા મહિલાનાં ભાવસભર દ્રશ્યો સમાવાયા છે.
આ પણ વાંચો - PM Modi Gujarat Visit : ગાંધીનગર, વડોદરા, ભુજ અને દાહોદમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત
દુર્લભ અને વિલુપ્ત થતી કળા દ્વારા પ્રેરણાદાયી સંદેશ
આ કૃતિ ખાસ કરીને ત્યારે રજૂ કરવામાં આવી રહી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ભુજની (Kutch) મુલાકાતે આવી રહ્યા છે. તેમની આગમનની ક્ષણે સ્વાગતરૂપે રોગાન પેઇન્ટિંગ દ્વારા ગુજરાતની પરંપરાગત કલા અને રાષ્ટ્રપ્રેમનાં ભાવને રજૂ કરવામાં આવી છે. રોગાન જેવી દુર્લભ અને વિલુપ્ત થતી કળા દ્વારા પ્રેરણાદાયી સંદેશ આપતી આ કૃતિ ભવિષ્ય માટે એક સ્મૃતિરૂપ બની રહેશે.
KutchRogan_Gujarat_first 1
આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદી 26 મીએ એક હજાર કરોડથી વધુનાં પ્રોજેક્ટ્સનો કરશે શિલાન્યાસ
રાષ્ટ્રીય ગૌરવ, પરંપરાગત કળા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ
આશિષ (Ashish Kansara) અને કોમલબેન કંસારાની (Komal Kansara) આ કૃતિ માત્ર એક કળા નમૂનો નથી, પરંતુ તે રાષ્ટ્રીય ગૌરવ, સામાજિક સંવેદનશીલતા અને પરંપરાગત કળા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ પેઇન્ટિંગ દ્વારા તેઓએ રોગાન કળા જેવી પરંપરાગત કળા શૈલીને આધુનિક સંદર્ભોમાં જીવંત રાખવાની કોશિશ કરી છે. આ રીતે, તેઓએ રોગાન કલા અને રાષ્ટ્રીય ભાવનાને એકસાથે જોડીને એક અનોખું દ્રષ્ટાંત સ્થાપિત કર્યું છે.
અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો - Ahmedabad : પશ્ચિમ રેલવે મુંબઈ- રાજકોટ-ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તેજસ એક્સપ્રેસ દોડાવશે


