ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch Accident: બ્લેક કલરની ક્રેટા કાર અને બાઇક ધડાકાભેર અથડાયા, બે વિદ્યાર્થીઓનાં મોત

સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી છે.
03:59 PM Jun 05, 2025 IST | Vipul Sen
સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી છે.
Kutch_Gujarat_first
  1. કચ્છના અંજારમાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં મોત (Kutch Accident)
  2. સતાપર નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ
  3. અકસ્માતમાં બે વિદ્યાર્થીના મોત નીપજ્યા
  4. અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

Kutch Accident : કચ્છનાં અંજારમાં (Anjar) ગોઝારા અકસ્માતની ઘટના બની છે. સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી છે. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ હતી અને પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat Corona Case: સુરતમાં વધુ 7 દર્દીઓ કોરોના પોઝિટિવ, જાણો કુલ આંકડો કેટલે પહોચ્યો

અકસ્માતમાં બે વિદ્યાર્થીનાં મોત નીપજ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાનાં અંજાર તાલુકામાં આવેલા સતાપર ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માતનો (Kutch Accident) બનાવ બન્યો છે. બાઇક પર બે વિદ્યાર્થી જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ આવતી બ્લેક કલરની ક્રેટા કાર સાથે બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર બે વિદ્યાર્થીઓને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેનાં કારણે બંનેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - VADODARA : નંદેસરીની PAB ઓર્ગોનિક્સ કંપનીમાં ભીષણ આગ, ફાયરના લાશ્કરોએ બાજી સંભાળી

અંજાર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી. સ્થાનિકોએ ઇમરજન્સી સેવા 108 અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની (Anjar Police) ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો ? કારચાલક અને મૃતક વિદ્યાર્થીઓની ઓળખ અંગે હાલ સંપૂર્ણ માહિતી સામે આવી નથી. આ મામલે પોલીસે મૃતકોનાં પરિવારજનોનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો - Wanted PI : ભાજપના પૂર્વ મંત્રી સાથે કનેકશન ધરાવતા ભાગેડુ PI કચ્છમાંથી ઝડપાયા

Tags :
AnjarAnjar PoliceGUJARAT FIRST NEWSKutch AccidentRMCroad accidentSatapar VillageTop Gujarati News
Next Article