ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kutch : ભુજમાં નડતરરૂપ લારીઓ ખસેડવામાં ટ્રાફિક PI મર્યાદા ચૂક્યા! વેપારીઓનો વિરોધ

દબાણ શાખાએ માલ-સામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી હતી. દરમિયાન, વેપારીઓ દ્વારા વિરોધ કરતા વિવાદ વકર્યો હતો.
11:59 PM Jun 08, 2025 IST | Vipul Sen
દબાણ શાખાએ માલ-સામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી હતી. દરમિયાન, વેપારીઓ દ્વારા વિરોધ કરતા વિવાદ વકર્યો હતો.
Bhuj_gujarat_first main
  1. નડતરરૂપ લારીઓ ખસેડવામાં ટ્રાફિક PI મર્યાદા ચૂક્યા (Kutch)
  2. ભુજમાં ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઊગ્ર બન્યો
  3. વૃદ્ધા અને મહિલાને ધક્કા મારી જીપમાં બેસાડતાં વિવાદ વકર્યો
  4. ભુજ પાલિકાની દબાણ શાખાએ ફેરિયાઓને દૂર કરતા વિવાદ

કચ્છ જિલ્લાના (Kutch) ભુજમાં આજે ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઊગ્ર બન્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં ભુજ પાલિકાની (Bhuj) દબાણ શાખાએ પોલીસનાં કાફલા સાથે આવી ફેરિયાઓને દૂર કરતા વિવાદ વકર્યો હતો. દબાણ શાખાએ માલ-સામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી હતી. દરમિયાન, લોકો દ્વારા વિરોધ થતાં ટ્રાફિક PI મર્યાદા ચૂક્યા હતા અને વૃદ્ધા અને મહિલાને ધક્કા મારી જીપમાં બેસાડતાં વિવાદ વધુ ઊગ્ર બન્યો હતો. નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાનો કાછીયાઓએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો - Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!

બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરતા કાછીયાઓનું દબાણ દૂર કરાયું

કચ્છ જિલ્લાનાં (Kutch) ભુજ તાલુકામાં બસ સ્ટેશન વિસ્તારમાં આજે પાલિકાની દબાણ શાખા ટીમ પોલીસ કાફલા સાથે પહોંચી હતી અને હાથલારી પર ધંધો કરતા કાછીયાઓનું દબાણ દૂર કરાયું હતું. દબાણ શાખાએ માલ-સામાન ભરેલી હાથલારીઓ ટ્રેક્ટરમાં ચડાવી હતી. દરમિયાન, વેપારીઓ દ્વારા વિરોધ કરતા વિવાદ વકર્યો હતો. નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરતા હોવાનું કાછીયાઓએ આક્ષેપ કર્યો હતો. પોલીસ બોલાવી ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.

આ પણ વાંચો - Bhavnagar : શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો, આવતીકાલે વતનમાં અંતિમવિધિ

નડતરરૂપ લારીઓ ખસેડવામાં ટ્રાફિક PI મર્યાદા ચૂક્યા!

જો કે, આ દરમિયાન ટ્રાફિક PI પોતાની (Bhuj Police) મર્યાદા ચૂક્યા હોવાનો નાના વેપારીઓએ આક્ષેપ કર્યો છે. વૃદ્ધા અને મહિલાને ધક્કા મારી જીપમાં બેસાડતાં વિવાદ થયો હતો. પાલિકા હસ્તકનાં 7 પાર્કિગ પ્લોટ પર દબાણ હોવા છતાં તેને દૂર કરવામાં આવતા નથી અને નાના વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે તેવા આરોપ થયા છે.

આ પણ વાંચો - Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!

Tags :
Bhuj MunicipalityBHUJ POLICEGUJARAT FIRST NEWSKachiyasKutchTop Gujarati News
Next Article