Kutch માં શિક્ષણ અને શિક્ષકની સ્થિતિ ચોંકાવનારી! ગેનીબેન ઠાકોરે લખ્યો પત્ર, CM ભૂપેન્દ્ર પટેલની બેઠક
- Kutch માંથી શિક્ષકોની ફેરબદલી મામલે રાજનીતિ તેજ
- શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને સાંસદ ગેનીબેન ઠાકોરનો પત્ર
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શિક્ષણ વિભાગ સાથે બેઠક
- શિક્ષણ વિભાગનાં નિયમ સામે જિ. પં. સમિતિ અડગ
Kutch જિલ્લામાં શિક્ષકોની ફેરબદલીને મુદ્દે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) શિક્ષણમંત્રી કુબેર ડિંડોરેને પત્ર લખી રજૂઆત કરી છે. ત્યારે બીજી તરફ મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે શિક્ષણ વિભાગ સાથે બેઠક કરાઈ છે. એવી પણ માહિતી છે કે, રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે ત્યારે ઘટ ન પૂરાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સ્પષ્ટ સૂચના કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન અને જિલ્લા પંચાયતનાં પ્રમુખે આપી છે. જો કે, મંજૂર હોવા છતાં શિક્ષકોને છૂટા ન કરાતા ભૂખ હડતાળની ચીમકી આપી છે.
આ પણ વાંચો - Surat: ખાનગી શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓના વાલીઓ અને સંચાલકો આમને સામને
શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને સાંસદ ગેનીબેન ઠાકોરનો પત્ર
કચ્છ જિલ્લામાં (Kutch) શિક્ષકોની ફેરબદલીનો મામલો હવે વધુ ગંભીર બની રહ્યો છે. કારણ કે આ મામલે હવે રાજ્યમાં રાજનીતિ શરૂ થઈ છે. આ મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે (MP Geniben Thakor) શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને (Kuber Dindor) પત્ર લખી રજૂઆત કરી કે, બદલીનાં હુકમો છતાં શિક્ષકોને છૂટા નથી કરાયા. સમગ્ર રાજ્યમાં શિક્ષકોને છૂટા કરાયા છે પરંતુ, કચ્છમાં ઠરાવની અમલવારી થઈ નથી. આ મામલે મોરબી, દ્વારકાનાં DPEO એ પણ કચ્છ જિલ્લા પંચાયતને પત્ર લખ્યો છે અને તાત્કાલિક જિલ્લા ફેરબદલીનાં શિક્ષકો છૂટા કરવા વિનંતી કરી છે. તમામ જિલ્લાઓને ફેરબદલીનો લાભ મળ્યો છે, માત્ર કચ્છમાંથી જ શિક્ષકોને છૂટા કરાયા નથી. જો કે, શિક્ષણ વિભાગનાં નિયમો સામે જિલ્લા પંચાયત સમિતિ નમતું મૂકતી નથી અને પોતાનાં નિર્ણય પર અડગ છે.
શિક્ષણ વિભાગનાં નિયમ સામે જિલ્લા પંચાયત સમિતિ અડગ
જિલ્લા પંચાયત સમિતિનું કહેવું છે કે, જ્યાં સુધી જિલ્લામાં શિક્ષકોની ઘટ ન પૂરાય ત્યાં સુધી ફેરબદલીમાં શિક્ષકોને છૂટા નહીં કરાય. માહિતી અનુસાર, કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિનાં (Kutch District Education Committee) ચેરમેન વીરમ ગઢવી અને જિલ્લા પંચાયતનાં (Kutch District Panchayat) પ્રમુખ જનકસિંહ જાડેજાએ ઘટ ન પૂરાય ત્યાં સુધી જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા ન કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાને સ્પષ્ટ આદેશ આપ્યો છે. હવે, ફેરબદલીમાં જેમની અરજી મંજૂર થયેલી છે તે શિક્ષકોને છૂટા ન કરાતા ભૂખ હડતાળની ચીમકી આપી છે.
Kutch માં શિક્ષણ અને શિક્ષકની સ્થિતિ ચોંકાવનારી! ગેનીબેન ઠાકોરે લખ્યો પત્ર@kuberdindor @prafulpbjp @GenibenThakor #Kutch #teachers #transferorders #releaseimmediately #Gujaratfirst #Breakingnews #education #KutchDistrictPanchayat pic.twitter.com/cgaPuSCrXo
— Gujarat First (@GujaratFirst) December 23, 2024
આ પણ વાંચો - સરકારી શાળાનાં Teacher ના લાખો-કરોડોના હવાલા અને સંપત્તિની થશે તપાસ
'જિલ્લામાં શિક્ષકોની ઘટ ન પૂરાય ત્યાં સુધી ફેરબદલીમાં શિક્ષકોને છૂટા નહીં કરાય'
માહિતી અનુસાર, રાજ્યનાં શિક્ષણ વિભાગે (Gujarat Education Department) 50 ટકા મહેકમ જળવાય એ રીતે જિલ્લા ફેરબદલી અરજી મંજૂર કરાવનારા પ્રાથમિક શિક્ષકોને છૂટા કરવાનો નિયમ ઘડ્યો છે, જેની સામે જિલ્લા શિક્ષણ સમિતિએ ઘટ ન પૂરાય ત્યાં સુધી શિક્ષકોને છૂટા ન કરવાનો ઠરાવ કર્યો અને કચ્છનાં (Kutch) વિદ્યાર્થીઓનાં હિતમાં શિક્ષકોને છૂટા થવા ન દીધા. માહિતી મુજબ, કચ્છમાંથી મોરબીમાં 55 શિક્ષકે ફેરબદલી કરાવી છે. જ્યારે, દ્વારકા માટે 45 શિક્ષકોએ ફેરબદલી કરાવી છે. કચ્છ છોડવા કુલ 2167 શિક્ષકની અરજી સામે 1364 મંજૂર થઈ છે. જો કે, આગામી ભરતીમાં કચ્છને 1600 શિક્ષક મળી શકે છે.
મુખ્યમંત્રીની શિક્ષણ વિભાગ સાથે બેઠક
આ મામલો ગરમાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શિક્ષણ વિભાગ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં CM ના સલાહકાર હસમુખ અઢિયા, શિક્ષણમંત્રી હાજર રહ્યા હતા. અહેવાલ અનુસાર, કચ્છમાં ધોરણ 1 થી 8 માં 4500 શિક્ષકોની જગ્યા ખાલી છે. ધોરણ 1 થી 8માં કચ્છ જિલ્લામાં (Kutch) કુલ મહેકમ 9466 છે. માહિતી અનુસાર, અન્ય જિલ્લાવાર શિક્ષકોની ઘટ બાબતે પણ જલદી બેઠકો મળશે. દાહોદ, નર્મદા સહિતનાં જિલ્લાની વિગતો આવરી લેવાશે. ખાલી રહેતી જગ્યાઓ સંદર્ભે CM ફરી સમીક્ષા કરશે.
આ પણ વાંચો - Suratમાં પાડોશી મહિલાની સતર્કતાના કારણે બાળકી જોડે અઘટિત ઘટના બનતા ટળી


