Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan માં ચોરી કરતી મહિલા ગેંગને LCBએ પકડી, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં CCTV તપાસથી પકડાઈ ગેંગ

Patan માંથી ચોરી કરતી મહિલા ગેંગને LCBએ પકડી પાડી છે. પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લક્ષ્મી દેવીપૂજક અને ભારતી દેવીપૂજક સહિત કલ્યાણભાઈ નામના આરોપીઓને દબોચી લીધા છે. ત્રણેય આરોપી પાસેથી પોલીસે 7 લાખ 50 હજારની કિંમતના ઘરેણા અને 62 હજારની રોકડ રકમ જપ્ત કરી છે.
patan માં ચોરી કરતી મહિલા ગેંગને lcbએ પકડી  નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં cctv તપાસથી પકડાઈ ગેંગ
Advertisement
  • Patan LCBએ ચોરી કરી મહિલાઓ સહિત 3 આરોપીને પકડ્યા
  • મહિલા ટોળકી પાસેથી 7.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • આરોપી ટોળકી મહિલાઓના પર્સમાંથી કરતી હતી હાથફેરો
  • ભીડવાળી જગ્યાઓમાં મહિલા ટોળકી રાખતી હતી વોચ
  • રેલવે સ્ટેશન, બસસ્ટેશન, માર્કેટ જેવી જગ્યાઓમાં કરતા હતા ચોરી
  • ભીડનો લાભ લઈને મહિલાઓના પર્સમાંથી સેરવી લેતા હતા મુદ્દામાલ
  • પાટણ-અંજાર બસમાં મહિલા મુસાફરના પર્સમાંથી કરી હતી ચોરી

Patan માંથી ચોરી કરતી મહિલા ગેંગને LCBએ પકડી પાડી છે. પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લક્ષ્મી દેવીપૂજક અને ભારતી દેવીપૂજક સહિત કલ્યાણભાઈ નામના આરોપીઓને દબોચી લીધા છે. ત્રણેય આરોપી પાસેથી પોલીસે 7 લાખ 50 હજારની કિંમતના ઘરેણા અને 62 હજારની રોકડ રકમ જપ્ત કરી છે.

Patan B ડિવિઝનમાં નોંધાઈ હતી ફરિયાદ

ગત 25 નવેમ્બરે આ ટોળકીએ પાટણ નવા બસ સ્ટેશન પર ચોરીને અંજામ આપ્યો હતો. Patanથી અંજાર જતી બસમાં સવાર મહિલા મુસાફરના પર્સમાંથી 6 તોલા સોનાના ઘરેણાનો હાથફેરો કર્યો હતો. મહિલા મુસાફરના પર્સમાંથી ચોરી થતા પાટણ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

Patan women theft gang

Advertisement

ફરિયાદ પછી Patan પોલીસની કાર્યવાહી

ભોગબનનાર મહિલાએ ફરિયાદ નોંધાવ્યા પછી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. Patan શહેરમાં ઠેર ઠેર લાગેલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ હેઠળ હાથ ઘરાયેલી કાર્યવાહીમાં CCTV ફૂટેજમાં શંકાસ્પદ મહિલાઓ દેખાઈ. પોલીસે શંકાના આધારે બંને મહિલા સહિત 3 આરોપીની અટકાયત કરી હતી. કડક પૂછપરછ કરતા ચોર ટોળકીએ પોતાના ગુના કબૂલ કરી લીધા હતા.

આ પણ વાંચો :   Patan : કોંગ્રેસ અને દલિત અધિકાર મંચની જન આક્રોશ રેલી, જીગ્નેશ મેવાણીના સમર્થનમાં નારેબાજી

ચોર ટોળકીની મોડસ ઓપરેન્ડી

આરોપીઓ ચોરીને અંજામ આપવા માટે ભીડભાડવાળી જગ્યાની પસંદ કરતા હતા. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં સતત વોચ રાખતા હતા. ભીળમાં ભળીને તકનો લાભ ઉઠાવીને આરોપીઓ મહિલાઓના પર્સમાંથી ધીરેથી મુદ્દામાલ સેરવી લેતા હતા.

Bus station theft Patan

લાખોનો મુદ્દામાલ જપ્ત

પકડાયેલી ચોર ટોળકી પાસેથી પોલીસે 7 લાખ 50 હજારની કિંમતના ઘરેણા અને 62 હજારની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે તપાસ કરતા આરોપીઓ પાસેથી નેપાળ, ઓમાન, સાઉદી અરેબિયા સહિતના દેશોની ચલણી નોટો પણ મળી આવી છે.

આ પણ વાંચો :   Gujarat cold wave : રાજ્યમાં ઠંડીનો ચમકારો, ક્યાંક 10 ડિગ્રી; તો ક્યાંક માવઠાનું સંકટ!

Tags :
Advertisement

.

×