Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maharashtra ચૂંટણીને લઈ હર્ષ સંઘવીના તીખા પ્રહાર! કહ્યું - ગુજરાત કોંગ્રેસના નેતાઓ ષડયંત્રમાં સામેલ હતા

Maharashtra Election: મહારાષ્ટ્રની ચૂંટણી (Maharashtra Election) દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું હતું, જેથી મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસીઓને જવાબ આપ્યો છે
maharashtra ચૂંટણીને લઈ હર્ષ સંઘવીના તીખા પ્રહાર  કહ્યું   ગુજરાત કોંગ્રેસના નેતાઓ ષડયંત્રમાં સામેલ હતા
Advertisement
  1. સમાજમાં ભાગલા પાડવાના કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળઃ હર્ષ સંઘવી
  2. ગુજરાતના કોંગ્રેસ નેતાઓને હર્ષ સંઘવીએ ગણાવ્યાં જવાબદાર
  3. મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કર્યું હતુંઃ હર્ષ સંઘવી

Maharashtra Election: મહારાષ્ટ્રની ચૂંટણીની હમણાં જ પરિણામ આવ્યું અને તેમાં એનડીએનો વિજય થયો. મહારાષ્ટ્રની ચૂંટણી (Maharashtra Election) દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું હતું, જેથી મહારાષ્ટ્રની જનતાએ કોંગ્રેસીઓને જવાબ આપ્યો છે તેવું ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi)એ ટ્વીટ કરી જણાવ્યું છે. ગૃહ રાજ્ય મંત્રીએ લખ્યું કે, સમાજમાં ભાગલા પાડવાની કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે.

Advertisement

કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈઃ હર્ષ સંઘવી

Advertisement

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખતા કહ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા પણ છતી થઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું જે નિંદનીય છે. કોંગ્રેસના આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજ અને રાજ્યોના નાગરિકોને વિભાજિત કરવાની રાજનીતિમાં માને છે. પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ હંમેશા આ પ્રકારની રાજનીતિનો વિરોધ કર્યો છે.

આ પણ વાંચો: સંવિધાન દિવસની ઉજવણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

જે જમીને આ બધા નેતાઓને આટલું બધું આપ્યું છતાં...

એટલું જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું તેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના કોંગ્રેસ નેતાઓને પણ જવાબદાર ગણાવ્યાં છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું કે, ‘મહારાષ્ટ્રની ચૂંટણી વખતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ ષડયંત્રમાં સામેલ હતા. જે જમીને આ બધા નેતાઓને આટલું બધું આપ્યું, છતાં ગુજરાત કોંગ્રેસના એક પણ નેતાએ ગુજરાતીઓ સાથે કે તેમના માટે એક શબ્દ પણ બોલ્યો નથી. કોંગ્રેસના આ પગલાની નિંદા થવી જોઈએ. ગુજરાતની જનતાની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.’

આ પણ વાંચો: બાળકના સોદાગર સુરેશ ઠાકોરની રાજનેતાઓ સાથેની તસવીરો વાયરલ, શંકાના ઘેરામાં આવ્યા...

ગુજરાતના કોંગ્રેસી નેતાઓને પણ એટલા જ જવાબદારઃ હર્ષ સંઘવી

નોંધનીય છે કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં એનડીએનો ભવ્ય વિજય થયો છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતની લઈને અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતીઓનો વેપાર અને ખાણી-પીણી પર પણ સવાલો કરીને ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. જેને લઈને અત્યારે હર્ષ સંઘવીએ પોતાનું પ્રતિક્રિયા આપીને આને ષડયંત્ર ગણાવી ગુજરાતના કોંગ્રેસી નેતાઓને પણ એટલા જ જવાબદાર ગણાવ્યાં છે.

આ પણ વાંચો: Ahmedabad ક્રાઈમ બ્રાંચનું સૌથી મોટું ઓપરેશન, ‘ખ્યાતિકાંડ’ના 4 ફરાર આરોપી ઝડપાયા

Tags :
Advertisement

.

×