Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા થશે માવઠું, મોટા ભાગના જિલ્લાઓ થશે પ્રભાવિત

Mawtha Forecast Gujarat: હવામાન વિભાગની વાત કરવામાં આવે તો, ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
gujarat  ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામા થશે માવઠું  મોટા ભાગના જિલ્લાઓ થશે પ્રભાવિત
Advertisement
  1. રાજ્યમાં ઠંડીના જોર વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી
  2. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી
  3. ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ

Mawtha Forecast Gujarat: રાજ્યમાં ફરી એક માવઠાના વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારે ઠંડીનું જોર દિવસને દિવસે વધી રહ્યું છે, આની વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠાનો પ્રભાવ જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમા ફરી એક માવઠાનો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં માવઠું રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થવાના છે.

આ પણ વાંચો: Rajkot crime branch: પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપ્યો

Advertisement

નલિયામાં 6 ડિગ્રી કરતા પણ નીચે પહોંચ્યું તાપમાન

નોંધનીય છે કે, આ વખતે ગુજરાતમાં ઠંડીની મોસમ થોડી મોડી શરૂ થઈ હતી, પરંતુ હવે ઠંડીનું જોર સતત વધી રહ્યું છે અને તાપમાન ઘટી રહ્યું છે. ગુજરાતનું નલિયા અત્યારે કાશ્મીર બની ગયું છે. ત્યાં તાપમાન 6 ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં ઠંડીના જોર વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: બોપલ શીલજ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ શોભાના ગાંઠીયા સમાન, તથ્યકાંડ સર્જાય તો...

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આપી માવઠાની આગાહી

હવામાન વિભાગની વાત કરવામાં આવે તો, ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. આગાહી પ્રમાણે 26 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો દેખાશે અને દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ રહેવાની છે. ગુજરાતમં હવે ઠંડીનું વાતાવરણ સતત ઘટી રહ્યું છે અને તેની સાથે હવે પાછી માવઠાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad : હાઇબ્રિડ ગાંજાનાં જથ્થા સાથે એકની ધરપકડ, કરોડોમાં છે કિંમત

Tags :
Advertisement

.

×