ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Morbi : ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી, જાણો સમગ્ર મામલો

સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ ટંકારામાં (Tankara) ફરિયાદ નોંધાઈ છે.
10:26 AM Dec 13, 2024 IST | Vipul Sen
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ ટંકારામાં (Tankara) ફરિયાદ નોંધાઈ છે.
  1. ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ (Morbi)
  2. કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારની રેડ પાડી 51 લાખનો તોડ કર્યાનો આરોપ
  3. સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ ટંકારામાં ફરિયાદ નોંધાઈ

મોરબીમાંથી (Morbi) એક મોટા સમાચાર આવ્યા છે. ટંકારામાં તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બહુચર્ચિત જુગારધામ કાંડ મામલે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કમ્ફર્ટ રિસોર્ટમાં (Comfort Resort) હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું હતું, જેમાં રૂ. 63.15 લાખનાં મુદ્દામાલ સાથે 9 આરોપીની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં તત્કાલીન PI અને હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ! અહીં Cold Wave ની આગાહી

જુગારની રેડમાં 63.15 લાખનાં મુદ્દામાલ સાથે 9 પકડાયા હતા

મોરબીનાં (Morbi) ટંકારામાં પોલીસે બાતમીનાં આધારે કમ્ફર્ટ રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર રેડ પાડી હતી અને કાર્યવાહી કરી રૂ. 63.15 લાખનાં મુદ્દામાલ સાથે કુલ 9 આરોપીની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ કેસમાં PI વાય.કે. ગોહિલ (PI Y.K. Gohil) અને હેડ કોન્સ્ટેબલ મહિપતે રૂ. 51 લાખનો તોડ કરીને ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હતા. આ મામલે તપાસ બાદ PI વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?

તોડબાજ PI અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Cell) તપાસ બાદ ટંકારામાં (Tankara) ફરિયાદ નોંધાઈ છે. જ્યારે, લીંબડી DySP વિશાલ રબારીને આ કેસમાં આગળની તપાસ સોંપવામાં આવી છે. PI વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપત સામે ભ્રષ્ટાચાર અધિનિયમ અને ખોટા દસ્તાવેજ ઊભા કરવાનો ગુનો નોંધાયો છે. તેમની વિરુદ્ધ આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

આ પણ વાંચો - SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી

Tags :
Breaking News In GujaratiComfort ResortCorruption ActGujarat FirstGujarat First NewssGujarati breaking newsGujarati Newshead constable Mahipathigh-profile gamblingLatest News In GujaratimorbiMorbi PoliceNews In GujaratiPI Y.K. GohilState Monitoring CellTankaraVipul Senજુગારટંકારાભ્રષ્ટાચાર
Next Article