200 MMTથી વધુ કાર્ગોનું સંચાલન કરનાર પ્રથમ ભારતીય બંદર બન્યું Mundra Port
- APSEZએ માર્ચ 2025માં કુલ 200 MMTથી વધુ કાર્ગોનું સંચાલન કર્યુ
- અદાણી પોર્ટ્સ તેનો બજાર હિસ્સો સતત વધારી રહ્યું છે
- સૌથી ઊંડા MSC વોશિંગ્ટન કન્ટેનર જહાજનું સંચાલન કર્યુ છે
Mundra Port: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ)એ માર્ચ 2025 માં અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ રેકોર્ડ કર્યુ, જેમાં 41.5 MMTનું પ્રોસેસિંગ થયું અને વાર્ષિક 9% વૃદ્ધિ નોંધાવી. આ વધારો મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં 19% નો વધારો અને પ્રવાહી તેમજ ગેસ શિપમેન્ટમાં 5% નો વધારો થવાને કારણે થયો છે.
APSEZની સિદ્ધિ
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ)એ માર્ચ 2025માં કુલ 200 MMT(મિલિયન મેટ્રિક ટન)થી વધુ કાર્ગોનું સંચાલન કરીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. છેલ્લા વર્ષોથી ભારતના તમામ કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પાછળ છોડી અદાણી પોર્ટ્સ તેનો બજાર હિસ્સો સતત વધારી રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલ બસનાં અકસ્માત અંગે Gujarat First એ સંચાલકોનો સંપર્ક કર્યો પરંતુ...
વર્લ્ડ લેવલનું પોર્ટ અનિવાર્ય
પોર્ટ પરના કાર્ગો વોલ્યુમમાં વધારો એ દેશની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં લગભગ 95 ટકા વેપારી જથ્થાનું વહન દરિયાઈ માર્ગે થતું હોવાથી ભારતીય સાગરકાંઠા માટે વર્લ્ડ લેવલનું પોર્ટ હોવું એ અનિવાર્ય છે. વ્યૂહાત્મક રીતે APSEZએ ICDs (અંતર્દેશીય કન્ટેનર ડેપો) અને વેરહાઉસ સાથે સમગ્ર ભારતીય સમુદ્રતટે પોર્ટનું નિર્માણ કર્યું છે. જે દેશના લગભગ 90 ટકા અંતરિયાળ વિસ્તારને આવરી લે છે.
સૌથી ઊંડા MSC વોશિંગ્ટન કન્ટેનર જહાજનું સંચાલન
અદાણી પોર્ટની ડીપ ડ્રાફ્ટ પોર્ટ જાળવવાની ક્ષમતા કંપનીના ગ્રાહકોને મોટા જહાજના પાર્સલ લાવવા અનુકૂળ હોવાથી તેઓના સરેરાશ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે. લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ વ્યવસાયોને માલની નિકાસ કરવાની મોકળાશ આપવા સાથે સ્થાનિક અર્થતંત્રને ગતિ આપે છે. આ તમામ પ્રક્રિયામાં રોજગારીના દરમાં વધારો કરે છે. મુન્દ્રા પોર્ટમાં 17 મીટરના મળતા ડ્રાફ્ટ સાથે અત્યાર સુધીના કોઈપણ ભારતીય પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલા સૌથી ઊંડા MSC વોશિંગ્ટન કન્ટેનર જહાજનું સંચાલન કર્યુ છે. મુન્દ્રામાં જહાજોને તરત જ બર્થ ઉપલબ્ધ થાય તે માટે જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમય પોર્ટ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે.
આ પણ વાંચોઃ Navsari Fire : ડીસા બાદ નવસારીની પેપર મિલમાં લાગી વિકરાળ આગ, દૂર સુધી દેખાયા ધુમાડાનાં ગોટેગોટા


