Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad: બાળકોને ભણાવવાનું છોડી શાળાના શિક્ષકો અને આચાર્ય આવ્યા સામસામે, ગ્રામજનો પણ ચોકી ગયા

Nadiad: નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ઝગડા હોવાનું સામે આવ્યું છે
nadiad  બાળકોને ભણાવવાનું છોડી શાળાના શિક્ષકો અને આચાર્ય આવ્યા સામસામે  ગ્રામજનો પણ ચોકી ગયા
Advertisement
  1. શિક્ષકો અને આચાર્યે સામસામે એકબાજા પર કર્યા આક્ષેપો
  2. શિક્ષક અને આચાર્ય નો ઝગડો જોઈએ ગ્રામજનો પણ ચોકી ગયા
  3. શિક્ષકો અને આચાર્યનો ઝઘડો ઉગ્ર બનતા મામલો પોલીસ મથકે

Nadiad: બાળકોને ભણાવવાનું છોડીને શિક્ષકો જ જો ઝગડાઓ કરવા લાગશે તો પછી બાળકો ભણશે કઈ રીતે? શિક્ષકોનું પહેલા કામ બાળકોને શિક્ષિત કરવાનું છે. પરંતુ આ બધુ ભૂલીને જો શિક્ષકો ઝગડાઓ કરવા લાગશે તો? બાળકોના માનસના પર તેની વિપરિત અસર થવાની છે. આવી જ એક ઘટના નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં થયું છે. આ ઘટના અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

શાળાના શિક્ષકોનો ઝગડો હવે પોલીસ મથકે પહોંચ્યો

નડિયાદ તાલુકાના સોડપુર પ્રાથમિક શાળામાં શિક્ષકો અને આચાર્ય સામસામે આવી ઝગડા હોવાનું સામે આવ્યું છે, એટલું જ નહીં પરંતુ એકબાજા પર અપશબ્દો દ્વારા વાક્ પ્રહાર પણ કરવામાં આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે સ્કૂલ શરૂ થયા બાદ મોબાઇલ જમા કરાવવા બાબતે ઝગડો થયો હતો. ઝઘડો એટલો તો ઉગ્ર બન્યો કે હવે આ બાબતે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ મામલે હવે અનેક વિગતો પણ સામે આવી રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Surat : બોગસ ડોક્ટર્સ બાદ હવે ડમી શાળાઓ સામે તવાઈ! DEO નો કડક આદેશ

Advertisement

આચાર્ય અમને માનસિક ત્રાસ આપે છેઃ શાળાના શિક્ષકો

આ મામલે શિક્ષકે કહ્યું કે, શાળાના આચાર્ય અમારી સાથે ગેરવ્યવહાર કરે છે, અપશબ્દોનો પ્રયોગ કરે છે અને ઘમકીઓ પણ આપે છે. એટલું જ નહીં પરંતુ માનસિક રીતે ત્રાસ આપતા હોવાનું પણ શિક્ષકોએ જણાવ્યું હતું. શાળામાં મોબાઈલ બાબતે શરૂ થયેલો ઝગડો અત્યારે પોલીસ સુધી પહોંચી ગયો છે. શાળાના શિક્ષકોએ એવો આક્ષેપ કર્યો છે કે આ આચાર્ય અમને માનસિક રીતે હેરાન કરે છે.

આ પણ વાંચો: Gujarat BJP : રાજ્યભરમાં શહેર અને જિલ્લા પ્રમુખો માટે આજથી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

શિક્ષકો બાળકોને ભણાવતા ન હોવાનો આચાર્યનો આક્ષેપ

હવે આ મામલે આચાર્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આક્ષેપ કર્યો છે કે, શિક્ષકો શાળામાં બાળકોને ભણાવતા નથી. શાળા શરૂ હોય ત્યારે ફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે પરંતુ છતાં શાળામાં શિક્ષકો ફોનનો ઉપગોય કરતા હોય છે. શિક્ષકોનું પહેલુ કામ બાળકોને ભણાવવાનું છે પરંતુ તે કામ થઈ રહ્યું નથી. વધુમાં શિક્ષકે કહ્યું કે, મે ઘણી વખત આ બાબતે શિક્ષકોને ટકોર કરી છે પરંતુ તેમ છતાં મારી વાતને કોઈએ ધ્યાને લીધી નથી. તેથી મે ક્યારેક ઊંચા અવાજે વાત કરી હશે. આ સમગ્ર મામલે ચકલાસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે શિક્ષક અને આચાર્ય પહોંચ્યા હતાં.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×