Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Narmada: ફરી ધુણ્યું ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત, ચૈતર વસાવાએ કરી એક નવા સંગઠનની જાહેરાત

Narmada: ભારતમાં અત્યારે જે પણ રાજ્યો છે તેની કોઈના કોઈ કારણોસર રચના થઈ હતી. હવે ફરી એક નવા રાજ્યોની માંગણીને સૂર રેલાયો છે.
narmada  ફરી ધુણ્યું ભીલ પ્રદેશ બનાવવા માટેનું ભૂત  ચૈતર વસાવાએ કરી એક નવા સંગઠનની જાહેરાત
Advertisement
  1. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિશાળ સંગઠન બનાવીશુંઃ વસાવા
  2. ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું: વસાવા
  3. આદિવાસી વિસ્તારનું ભીલપ્રદેશ બનાવી, કેવડિયાને રાજધાની બનાવીશું: વસાવા

Narmada: ભારતમાં અત્યારે જે પણ રાજ્યો છે તેની કોઈના કોઈ કારણોસર રચના થઈ હતી. હવે ફરી એક નવા રાજ્યોની માંગણીને સૂર રેલાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, નર્મદા (Narmada) જિલ્લાને ફરી ભીલ પ્રદેશ (Bhil Pradesh) બનાવવા માટેનું ભૂત ધુણ્યું છે. ચૈતર વસાવા (Chaitar Vasava)એ 'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, હવે ફરી એકવાર ભીલ પ્રદેશ રાજ્યની માંગણીનો સૂર રેલાયો છે.

Advertisement

આ પણ વાંચો: ‘ભાગલા પાડતા આદિવાસી નેતાઓ ચેતી જજો’ બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે લાધુ પારગીનું મોટું નિવેદન

Advertisement

ચૈતર વસાવાએ કરી 'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત

'ભીલ પ્રદેશ મુક્તિ મોરચા' સંગઠનની જાહેરાત જાહેરાત કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, આવનારા સમયમાં દેશનું અલગ 29મું રાજ્ય એટલે કે ભીલ પ્રદેશ (Bhil Pradesh) રાજયની માંગણી કરીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા અંતર્ગત હવે અમારું વિશાળ સંગઠન બનાવીશું. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારનું ભીલ પ્રદેશ રાજ્ય બનાવીશું અને કેવડિયાને તેની રાજધાની બનાવીશું.

આ પણ વાંચો: Surat: જમીન વ્યવસાયીના પુત્રએ કર્યો આપઘાત, જાન્યુઆરીમાં જવાનું હતું અમેરિકા

આદિવાસી વિસ્તારનું ભીલપ્રદેશ બનાવી, કેવડિયાને રાજધાની બનાવીશું: વસાવા

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, ‘અમારા જીવનકાળ દરમિયાન જ અમે સાથે મળીને ભીલ પ્રદેશ (Bhil Pradesh) રાજ્ય બનાવીને જ રહીશું, એવું અમે આજે સંકલ્પ કર્યો છે. જે સમાજ એમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તે સમાજનો અમે અવાજ બનીએ છીએ. આઝાદીથી લઈને વર્તમાન સુધી હંમેશા આદિવાસી સમાજે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ડેમ, નેશનલ હાઈવે, રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ માટે આદિવાસી લોકોએ પોતાની જમીનો આપી છે.’

આ પહેલ ભાષાના આધારે રાજ્યો બની ચૂક્યાં છે

હવે મહત્વની વાત એ છે કે શું 29મું રાજ્ય બનશે? જે રીતે અત્યારે ચૈતર વસાવા (Chaitar Vasava) દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક અટકળો જોવા મળી રહીં છે. આ પહેલા પણ ભારતના અનેક વિસ્તારોમાં ભાષાના આધારે રાજ્યોની રચનાઓ થઈ છે. તો શું હવે ભીલ પ્રદેશની રચના થશે? જો કે, એ તો હવે સમયે આવે જ ખબર પડશે પરંતુ અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ભીલ પ્રદેશ (Bhil Pradesh) મુક્તિ મોરચાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આદિવાસીઓ માટે નવા રાજ્યની માંગણી કરવામાં આવશે તેવી વાત કરી છે.

આ પણ વાંચો: Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં! Mehsana ની આ 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી, જાણો કારણ!

Tags :
Advertisement

.

×