Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : સિદ્ધપુરમાં કાત્યોકનાં મેળા પહેલા ચકડોળની તૈયારી સમયે મોટી દુર્ઘટના!

પાટણનાં સિદ્ધપુરમાં કાત્યોકનાં મેળા પૂર્વે મોટી દુર્ઘટના ઘટી છે. ચકડોળની તૈયારી સમયે અચાનક રાઇડ તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. દોડધામ દરમિયાન 2 વ્યક્તિ પટકાઈ જતાં સામાન્ય ઈજાઓ થઈ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા દુર્ઘટના બનતા લોકોની સુરક્ષાને લઈ અનેક સવાલ ઊભા થયા છે.
patan   સિદ્ધપુરમાં કાત્યોકનાં મેળા પહેલા ચકડોળની તૈયારી સમયે મોટી દુર્ઘટના
Advertisement
  1. Patan નાં સિદ્ધપુરમાં કાત્યોકનાં મેળા પહેલા જ મોટી દુર્ઘટના!
  2. ચકડોળની તૈયારી સમયે દુર્ઘટના સર્જાતા દોડધામ
  3. રાઇડ તૂટતાં 2 વ્યક્તિ પટકાતા સામાન્ય ઈજાઓ
  4. કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા દુર્ઘટના બનતા અનેક સવાલ

Patan : પાટણનાં સિદ્ધપુરમાં (Sidhpur) કાત્યોકનાં મેળા પૂર્વે મોટી દુર્ઘટના ઘટી છે. ચકડોળની તૈયારી સમયે અચાનક રાઇડ તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. આ દોડધામ દરમિયાન 2 વ્યક્તિ પટકાઈ જતાં સામાન્ય ઈજાઓ થઈ છે. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, કાત્યોકનો મેળો (Katyok fair) શરૂ થાય તે પહેલા દુર્ઘટના બનતા લોકોની સુરક્ષાને લઈ અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો - Ahmedabad : સોલા સિવિલની મહિલા તબીબની દબંગાઈનો Video વાઇરલ, આરોગ્ય વિભાગની તપાસ

Advertisement

Advertisement

Patan નાં સિદ્ધપુરમાં કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ મોટી દુર્ઘટના!

રાજ્યમાં મેળા દરમિયાન રાઇડ તૂટવાની ઘટના એક બાદ એક સામે આવી રહી છે. રાજકોટનાં (Rajkot) જેતપુર બાદ હવે પાટણનાં (Patan) સિદ્ધપુરમાં એવી જ એક ઘટના બની છે. સિદ્ધપુરમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાનાં પરંપરાગત કાત્યોકનો મેળો (Katyok fair in Sidhpur) યોજાય છે, જેને લઈને હાલ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન, આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા જ આ હચમચાવે એવી ઘટના બની છે. ચકડોળની તૈયારી સમયે અચાનક જ એક રાઇડ તૂટી હતી, જેનાં કારણે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો - Jamnagar : લાલપુર પંથકમાં ગોજારી દુર્ઘટના, વીજ કરંટથી એક જ પરિવારના 3 સભ્યનાં મોત

રાઇડ તૂટતાં 2 વ્યક્તિ પટકાતા સામાન્ય ઈજાઓ, હોસ્પિટલ ખસેડાયા

માહિતી અનુસાર, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પરંતુ, કાત્યોકનો મેળો શરૂ થાય તે પહેલા દુર્ઘટના બનતા લોકોની સુરક્ષાને લઈ અનેક સવાલ ઊભા થયા છે. નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુરમાં (Jetpur) રોટરી ક્લબ દ્વારા આયોજિત દીપાવલી ફનફેર મેળામાં એવી જ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે મેળાની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. ચાલુ ફનફેર દરમિયાન 'બ્રેક ડાન્સ' નામની રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડતાં તેમાં સવાર ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો - Rain in Gujarat : કમોસમી વરસાદને લઈ સરકાર એક્શનમાં, CM ની આ સિનિયર મંત્રીઓ સાથે બેઠક

Tags :
Advertisement

.

×