Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : HNGU માં ફરી મળી દારૂની ખાલી બોટલો! ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું ?

HNGU માં અગાઉ પણ અનેક વખત દારૂની ખાલી બોટલો મળવી અને દારૂની મહેફિલ ઝડપાવાની ઘટનાઓ બની ચૂકી છે.
patan   hngu માં ફરી મળી દારૂની ખાલી બોટલો  ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું
Advertisement
  1. Patan ની HNGU ફરી એકવાર વિવાદમાં સપડાઈ!
  2. યુનિવર્સિટી દારૂડિયાનો અડ્ડો બની હોય તેવા દ્રશ્યો આવ્યા સામે
  3. યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી ફરી એકવાર મળી દારૂની ખાલી બોટલો

પાટણની (Patan) HNGU જાણે દારૂડિયાનો અડ્ડો બની ગઈ હોય તેવા શરમજનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી ફરી દારૂની ખાલી બોટલો મળી આવતા યુનિ.નાં વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટીનાં રજિસ્ટ્રારે નિવેદન આપતા કહ્યું કે, પોલીસને જાણ કરી ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. આશ્ચર્ચની વાત એ છે કે વિદ્યાનું ધામ કહેવાતી આ યુનિવર્સિટીમાં અગાઉ પણ ઘણી વખત દારૂની બોટલો અને દારૂની મહેફિલ ઝડપાઈ ચૂકી છે છતાં પણ આ સિલસિલો હાલ પણ યથાવત છે.

આ પણ વાંચો - Amreli લેટરકાંડમાં કૌશિક વેકરિયાનાં સપોર્ટમાં પોસ્ટ વાઇરલ, બીજી તરફ પરેશ ધાનાણીના ઉપવાસ!

Advertisement

યુનિવર્સિટીનાં કેમ્પસમાં ફરી દારૂની ખાલી બોટલો મળી

જણાવી દઈએ કે, પાટણની (Patan) HNGU માં અગાઉ પણ અનેક વખત દારૂની ખાલી બોટલો મળવવાની અને દારૂની મહેફિલ ઝડપાવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે હવે ફરી એક વખત યુનિવર્સિટીનાં કેમ્પસમાં તળાવ-ગાર્ડનની ગટર તેમ જ પાણી નિકાલની નેકમાંથી દારૂની ખાલી બોટલો અને ગાંજો પીવા માટેની વપરાતી સાધન-સામગ્રીનાં દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઊભા થયા છે. યુનિવર્સિટી જાણે દારૂ પીવા અને નશો કરવાનો અડ્ડો બની ગઈ હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

Advertisement

આ પણ વાંચો - ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રાજકોટ બાદ Surat માં પતંગનાં લીધે બાળકનું મોત

પોલીસને જાણ કરી ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે : રજિસ્ટ્રાર

નોંધનીય છે કે, હજું થોડા દિવસ પહેલા જ યુનિવર્સિટીમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી. જો કે, યુનિવર્સિટીમાં દારૂ કોણ લાવ્યું ? દારૂની મહેફિલ કોણે કરી ? તે હજું પણ સામે આવ્યું નથી અને આ ઘટનામાં કોઈની ધરપકડ પણ કરવામાં આવી નથી. દારૂની મહેફિલ કાંડની બહુચર્ચિત ઘટનાને માત્ર મહિનો જ થવા આવ્યો છે, તેવામાં યુનિવર્સિટીનાં કેમ્પસમાંથી ફરી દારૂની ખાલી બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે. CCTV કેમેરા અને સિક્યોરિટી ગાર્ડથી સજ્જ યુનિવર્સીટી કેમ્પસમાં દારૂ આવે છે કેવી રીતે ? તેવા સવાલ થઈ રહ્યા છે. જો કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા યુનિવર્સિટીનાં સત્તાધીશોની ગંભીર બેદરકારી છતી થાય છે. યુનિ. નાં રજિસ્ટાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીમાંથી અવારનવાર દારૂની ખાલી બોટલો મળવી એ એક ષડયંત્ર છે કે પછી ખરેખર આ પ્રકારની ઘટનાઓ યુનિવર્સિટીમાં ઘટી રહી છે, તે બાબતે પોલીસને જાણ કરી યુનિવર્સિટી ગંભીરતાથી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો - Vadodara : વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 90.90 લાખ પડાવનારા 2 આરોપીની આખરે ધરપકડ

Tags :
Advertisement

.

×