ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad Plane Crash : બી જે મેડિકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ, કરુણ દ્ર્શ્યો કેન્ટીનની અંદર અને બહાર, જુઓ ફોટા

અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલ વિમાન બી જે મેડીકલ કોલેજની કેન્ટીનમાં ક્રેશ થતા કેન્ટીનમાં જમી રહેલા રેસિડન્સ ડોક્ટરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 4 વિદ્યાર્થીઓના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
12:38 AM Jun 13, 2025 IST | Vishal Khamar
અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલ વિમાન બી જે મેડીકલ કોલેજની કેન્ટીનમાં ક્રેશ થતા કેન્ટીનમાં જમી રહેલા રેસિડન્સ ડોક્ટરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 4 વિદ્યાર્થીઓના મોત થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
ahmedabad plane crash gujarat _first

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં કુલ 241 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાંની વાત કરીએ તો ત્યાં રેસિડેન્સ ડોક્ટરો બપોરે ભોજન કરતા હતા. ભયંકર કરૂણ દ્રશ્યો કેન્ટીનની અંદર અને બહારના કેમેરામાં કેદ થઈ હતી. પ્લેન ક્રેશ થતાની સાથે અનેક જિંદગીઓ આગમાં ઓલવાઈ ગઈ હતી.

અમદાવાદની પ્લેનની આ ભયાનક દુર્ઘટના કાળા ગોઝારા દિવસ સમાન કે જેને કોઈ યાદ કરવા પણ નહી માંગે. છતાં આ ગોઝારો દિવસ ક્યારેય નહીં ભૂલાય કેમ કે ભયાનક દુર્ઘટનામાં અનેક નિર્દોષ જિંદગીઓ બુઝાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad Air plane Crash : પાટણના ચંદ્રુમાણા અને બ્રાહ્મણવાડાના ત્રણ લોકોનું પ્લેન દુર્ઘટનામા મોત

મેસમાં પ્લેન ક્રેશ થતા ચાર વિદ્યાર્થીઓના મોત : ડૉ. મીનાક્ષી પરીખ

બી જે મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખે જણાવ્યું હતું કે, બી જે મેડીકલ કોલેજના મેસમાં પ્લેન ક્રેશ થતા ચાર વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ વિદ્યાર્થીઓ સિરિયસ છે. જ્યારે 13 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. મેસમાં વિદ્યાર્થીના 1 સબંધીનું મૃત્યુ, 3 મિસિગ અને 2 સિરિયસ છે. પરિવારમાં એક ડોક્ટરના પત્ની તો બીજા અન્ય ડોક્ટરના સબંધી મિસિંગ છે.

આ પણ વાંચોઃ Ahmedabad Plane Crash : વડોદરાના પરિવારજનો માતા-પુત્રી અંગે જાણવા અમદાવાદ આવી પહોચ્યા

Tags :
accidente aéreoAccidente aéreo en AhmedabadFacultad de Medicina BJGujarat FirstNoticias de Gujarat First
Next Article