ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi Kutch Visit : વડાપ્રધાનની મુલાકાતને લઈ અનેરો ઉત્સાહ, વેપારી એસો.ની બેઠક યોજાઈ

ખાસ કરીને વેપારી વર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મુલાકાતને લઈને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
04:01 PM May 23, 2025 IST | Vipul Sen
ખાસ કરીને વેપારી વર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મુલાકાતને લઈને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Bhuj_gujarat_first
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેનાં રોજ કચ્છ-ભુજની મુલાકાતે (PM Modi Kutch Visit)
  2. PM મોદીના આગમનને લઈ ભુજવાસીઓમાં અનેરો ઉત્સાહ
  3. વડાપ્રધાનના સ્વાગત અંગે વેપારી આગેવાનોની બેઠક યોજાઈ
  4. 65 થી વધુ વેપારી એસોસિયેશનોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા

PM Modi Kutch Visit : આગામી 26 મેના રોજ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જિલ્લાના (Kutch) ભુજ શહેરની મુલાકાત પર આવી રહ્યા છે. વડાપ્રધાનના ભવ્ય સ્વાગત માટે સમગ્ર શહેરમાં તૈયારીઓ આરંભી દેવાઈ છે. ખાસ કરીને વેપારી વર્ગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) મુલાકાતને લઈને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - PM Narendra Modi નો ગુજરાત પ્રવાસનો જાણો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ

65 થી વધુ વેપારી એસો.નાં પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા

વડાપ્રધાન મોદીની ભુજ (Bhuj) મુલાકાતને લઈ વેપારી આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં 65 થી વધુ વેપારી એસોસિયેશનોનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તેવું ચેમ્બર ઑફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝનાં (Chamber of Commerce Industries) પ્રમુખ અનિલભાઈ ગોરે જણાવ્યું હતું, બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે વડાપ્રધાનના ભુજ પ્રવાસ દરમિયાન તેમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવશે. વેપારીઓ દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવકાર બેનરો લગાવાશે.

આ પણ વાંચો - Kutch : PM નરેન્દ્ર મોદીના હસ્તે ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ, વાંચો વિગત 

26 મીએ બપોર બાદ ભુજની મુખ્ય બજારો બંધ રહેશે!

સાથે જ એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 26 મેનાં બપોર બાદ ભુજની મુખ્ય બજારો બંધ રાખવામાં આવશે, જેથી દરેક વેપારી અને નાગરિક વડાપ્રધાનનાં જાહેર કાર્યક્રમમાં (PM Modi Kutch Visit) ઉપસ્થિત રહી શકે. શહેરવાસીઓમાં પણ વડાપ્રધાનને જોવા અને તેમના સંબોધન સાંભળવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે વેપારીઓ અને નાગરિકોને વડાપ્રધાનનાં (PM Narendra Modi) કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. સંભવતઃ વડાપ્રધાન વિવિધ વિકાસ પ્રોજેક્ટોની સમીક્ષા તેમ જ નવા કાર્યક્રમોની જાહેરાત પણ કરી શકે છે. કચ્છ માટે મહત્ત્વનાં ગણાતા આ પ્રવાસને લઈને સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક બનાવવામાં આવી છે અને સરકારી તંત્ર પણ વધુ ચુસ્તતાથી કામગીરીમાં જોડાયું છે.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ

આ પણ વાંચો - Jamnagar: વડાપ્રધાન દ્વારા હાપા અને લીંબડી નવનિર્મિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું

Tags :
bhachauBhujChamber of Commerce IndustriesDhadiyaGUJARAT FIRST NEWSNakhatranaPM Modi in kutchpm narendra modiSolar Energy ProjectsTop Gujarati News
Next Article