Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં! વાંચો આ અહેવાલ

Patan: રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ બનાવ રાજ્યના આરોગ્ય વિભાગ (State Health Department)ને લાંછન લગાડે એવો છે.
દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં  વાંચો આ અહેવાલ
Advertisement
  1. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનો કાંડ ખુલ્યો
  2. નિ:સંતાન દંપત્તીને 1.20 લાખમાં નકલી ડોક્ટરે વેચ્યું બાળક
  3. કોરડાનો બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર બાળક લાવ્યાનો દાવો

Patan: પાટણમાં એક 10 પાસ વ્યક્તિએ હોસ્પિટલ ખોલી દીધી હતી અને લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. તેની પોલીસ દ્વારા ધરકડ કરવામાં આવી હતી. અત્યારે આ મામલે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. આ બોગસ ડૉક્ટરે પારકાં બાળકોને વેચી દીધા હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી. પારકાં બાળકને વેચવાના કાંડ (Child Selling Scam)માં હવે મોટા ખુલાસા થઈ શકે છે. અત્યારે રાધનપુર નગરપાલિકા (Radhanpur Municipality)ની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. આ બનાવ રાજ્યના આરોગ્ય વિભાગ (State Health Department)ને લાંછન લગાડે એવો છે.

સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનો કાંડ ખુલ્યો

નોંધનીય છે કે, સુવ્યવસ્થિત ષડયંત્રમાં પાલિકાની કામગીરી શંકાના ઘેરામાં આવી છે. કારણે કે, રાધનપુર નગરપાલિકામાંથી બાળકનું જન્મ પ્રમાણપત્ર બન્યું હતું. તો પ્રશ્ન એ પણ થાય છે કે, શું આમા રાધનપુર નગરપાલિકાનો હાથ હશે? મળતી વિગતો પ્રમાણે 12 એપ્રિલ 2024નું 963 ક્રમાંકથી જન્મ પ્રમાણપત્ર બન્યું હતું. અને આ બાળકને વેચી દેવાનો હોસ્પિટલ પર લાગ્યો છે. આ મામલે યોગ્ય તપાસ અને કડક કાર્યવાહી થવી જ જોઈએ.

Advertisement

આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

Advertisement

બાળકની સોદાગરીમાં નિષ્કા હોસ્પિટલના કર્મીઓની ભૂમિકા

અત્યારે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે, અનેક લોકો શંકાના ઘેરામાં આવી રહ્યાં છે. શું આ બોગલ ડૉક્ટર (Bogus Doctor Suresh Thakor) દત્તકના નામે બાળકો વેચી (Child Selling Scam) રહ્યો હતો? નોંધનીય છે કે પાટણના બોગલ ડૉક્ટર સુરેશ ઠાકોર (Bogus Doctor Suresh Thakor)ના રિમાન્ડ આજે પૂર્ણ થાય છે. પરંતુ આખરે કેવી કાર્યવાહી કરવામાં આવી અને કેસ ક્યાં સુધી પહોચ્યો તે પણ એક સવાલ છે. કારણે કે, સુરેશ ઠાકોર ના માત્ર બોગસ ડૉક્ટર હતો પરંતુ બોગસ હોસ્પિટલ અને બાળકોને વેચતો હોવાનો પણ તેના પર આરોપ છે.

આ પણ વાંચો: Surat Police ની અસામાજિક તત્વો સામે લાલ આંખ, વધુ એક આરોપીનું જાહેરમાં કાઢ્યું સરઘસ

અમરત રાવળની બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર સાથે નીકટતા

વિગતો એવી પણ મળી છે કે, બાળકની સોદાગરીમાં નિષ્કા હોસ્પિટલ (Nishka Hospital)ના કર્મીઓની ભૂમિકા પણ હોઈ શકે છે. એટલું જ નહીં પરંતુ ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી (Pharmacist Narendra Darji) અને અમરત રાવળ (Amrat Raval)ની ભૂમિકા ખુલી છે. અનાથના નામે અનેક બાળકોના સોદા ગયાની આશંકા થઈ રહીં છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, અમરત રાવળની બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર સાથે નીકટતા છે. જેથી બોગસ ડોક્ટર સુરેશે કોરડામાં ICU હોસ્પિટલ બનાવી હતી. જો કે, સૌથી મોટી અને ચિંતાની વાત એ છે કે, હાલ અનાથ બાળક ક્યાં છે? તેને લઈને કોઈ ખુલાસો થયો નથી. પહેલા તો તેની તપાસ થવી ખુબ જ જરૂરી છે.

આ પણ વાંચો: VADODARA : મરચાની ગુણોની આડમાં લવાતો દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કરતી ગ્રામ્ય LCB

Tags :
Advertisement

.

×