ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot Nyari Dam accident: ગુજરાત ફર્સ્ટના અહેવાલે ખોલી પોલીસની પોલ, પીડિતને મળ્યો ન્યાય

રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા એક ગંભીર અકસ્માતના મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ફરી એકવાર પીડિતોનો અવાજ બન્યું છે.
12:03 PM Mar 29, 2025 IST | MIHIR PARMAR
રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા એક ગંભીર અકસ્માતના મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ફરી એકવાર પીડિતોનો અવાજ બન્યું છે.
rajkot accident gujarat first

Rajkot Nyari Dam accident: રાજકોટમાં ન્યારી ડેમ રોડ પર થયેલા એક ગંભીર અકસ્માતના મામલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ફરી એકવાર પીડિતોનો અવાજ બન્યું છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આ મામલે કાર્યવાહી તેજ બની છે. જેમાં આખરે ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોલીસે પોતાની ભુલનો સ્વીકાર કર્યો છે અને યોગ્ય કાર્યવાહીની શરૂઆત કરી છે.

શું છે મામલો ?

ગત 21 માર્ચે રાજકોટના ન્યારી ડેમ રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં પરાગ ગોહેલ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત સમયે કારમાં બે નબીરા હતા, જેમાંથી એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના વડા રાજુ દવેનો પુત્ર હતો. આ ઘટના બાદ પોલીસે શરૂઆતમાં પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિને આરોપી તરીકે રજૂ કર્યો હતો અને તેને ડ્રાઈવર તરીકે દર્શાવ્યો હતો. પરંતુ, ગુજરાત ફર્સ્ટની તપાસ અને અહેવાલે આ દાવાને ખોટો સાબિત કરી દીધો.

પોલીસનુ નબીરાઓ સાથે સેટિંગ

ઘટના બાદ પીડિત પરિવારે આરોપ લગાવ્યો હતો કે પોલીસે નબીરાઓ સાથે સેટિંગ કરીને ડ્રાઈવરની અદલાબદલી કરી હતી. ખાસ કરીને ભાભા ગેસ્ટ હાઉસના માલિકે પોતાના પુત્રને બચાવવા માટે આવું કારસ્તાન આદર્યું હોવાનું પણ કહેવાયું હતું. પોલીસે યોગ્ય જવાબ ન આપતાં પીડિત પરિવારે રાજકોટ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી કરી હતી, જેમાં CCTV પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  Rajkot : ઉનાળાની શરૂઆત થતા વિવિધ વિસ્તારમાં અત્યારથી "ટેન્કર રાજ" શરૂ

પોલીસે પોતાની ભુલ સ્વીકારી

ન્યારી ડેમ રોડ પર અકસ્માત પ્રકરણમાં નબીરાઓને બચાવવાનું કારસ્તાન હવે ખુલ્લું પડી ગયુ છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ રાજકોટના DCP ઝોન 02 બાંગરવાએ સ્વીકાર્યું કે આરોપી બદલાયા હતા અને પ્રવીણસિંહ જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે અકસ્માત સમયે કાર એક સગીર ચલાવી રહ્યો હતો અને હવે આ સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પોલીસે પોતાની શરૂઆતની તપાસમાં થયેલી ગેરરીતિને સ્વીકારી લીધી છે.

અકસ્માત જે ગાડીથી થયો તે ગાડી ભાભા હોટેલના માલિકની હોવાનુ સામે આવ્યુ છે. અકસ્માત દરમિયાન ગાડીમાં કાયદા ભવનના વડાનો પુત્ર અને ભાભા ગેસ્ટ હાઉસના માલિકનો પુત્ર સાથે હતા. ત્યારે આ મામલે હવે નબીરાઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસની પોલ પણ છતી થઈ ગઈ છે.

આ પણ વાંચો :  Health Workers' Strike : આરોગ્ય વિભાગનું કડક વલણ, રાજકોટમાં અસર, મહિસાગરમાં વિરોધ, વાંચો વિગત

પોલીસ પર નબીરાઓને બચાવવાનો આરોપ

રાજકોટ પોલીસ દ્વારા અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. GJ 03 NB 6411 નંબરની વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર નબીરાઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઇવર બદલી નાંખવાનો ખેલ ખેલ્યો હતો.

ડ્રાઇવર બદલતા CCTV ફુટેજ આવ્યા સામે

સમગ્ર ઘટનામાં ડ્રાઇવર બદલતા હોઈ તેવા CCTV ફુટેજ સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પોહોંચ્યો હતો. ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી કરી હતી, જેમાં સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.

ગુજરાત ફર્સ્ટની ભૂમિકા

ગુજરાત ફર્સ્ટે આ મામલે સૌથી પહેલા ડ્રાઈવરની અદલાબદલીના CCTV પુરાવા ચલાવ્યા, જેમાં સ્પષ્ટ થયું કે અકસ્માત સમયે કાર પ્રવીણસિંહ જાડેજા નહીં, પરંતુ એક સગીર યુવક ચલાવી રહ્યો હતો. આ પુરાવાઓના આધારે ગુજરાત ફર્સ્ટે પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા અને આ મામલે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવ્યો. ગુજરાત ફર્સ્ટના સતત પ્રયાસો અને અહેવાલોની અસરથી પોલીસે આખરે પોતાની ભૂલ સ્વીકારી અને આગળ યોગ્ય કાર્યવાહીની શરૂઆત કરી.

આ પણ વાંચો :  Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ

Tags :
ActionForJusticeCCTVEvidenceDriverSwappingGujaratFirstgujaratnewsJusticeForVictimslawandorderMihirParmarNyariDamPoliceAccountabilityPoliceMistakesRajkotAccidentrajkotnewsVictimsRights
Next Article