Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: જેલમાંથી ઈન્સ્ટા.માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી! આરોપીને મોબાઈલ કોણે આપ્યો?

Morbi: મોરબી જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં જેલમાંથી કાચા કામના કેદીઓ ઇન્સ્ટામાં લાઈલ થયા હોવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે.
morbi  જેલમાંથી ઈન્સ્ટા માં લાઈવ થયો દુષ્કર્મનો કેદી  આરોપીને મોબાઈલ કોણે આપ્યો
Advertisement
  1. કાચા કામના કેદીઓ ઇન્સ્ટામાં લાઈલ થયા હોવાનો વીડિયો વાયરલ
  2. ગેંગ રેપના આરોપી કેદ બાબુ દેવા કનારાએ ઇન્સ્ટા.માં લાઈવ કર્યું
  3. મોરબી જેલ પોલીસના કર્મચારીઓ શંકાના દાયરામાં આવ્યા

Morbi: મોરબી જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં જેલમાંથી કાચા કામના કેદીઓ ઇન્સ્ટામાં લાઈલ થયા હોવાનો વીડિયો અત્યારે વાયરલ થયો છે. મોરબી જેલની અંદરથી ઇન્સ્ટામાં લાઈવ થયો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બાબુ દેવા કનારા નામના કાચા કામના કેદીએ જેલમાંથી @rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

આખરે જેલમાં ઇન્ટરનેટ ક્યાંથી આવ્યું?

ચોંકાવનારી વાત એ છે કે,આખરે જેલમાં કેદીઓ પાસે ફોન ક્યાંથી આવ્યો અને સૌથી મોટી કે જેલમાં ઇન્ટરનેટ ક્યાંથી? આ ફોન તેમને કોણ આપ્યો? ક્યાં પોલીસ કર્મીઓ છે જે જેલમાં કેદીઓની મદદ કરી રહ્યાં છે? આવી રીતે કેદીઓ જેલમાંથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો તે પોલીસની કારગીરી પર મોટો સવાલ છે. મોરબી જેલમાં ગેંગ રેપના આરોપમાં કેદ બાબુ દેવા કનારા નામના આરોપીએ ઇન્સ્ટા આઇડીમાં લાઈવ કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો: Bhuj: પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ

Advertisement

જેલમાં આરોપીઓ પાસેથી સ્માર્ટ ફોન કેવી રીતે આવ્યો?

નોંધનીય છે કે, આરોપી બાબુ દેવા કનારા વિરૂદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાયો છે. આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજ, પોરબંદર સહિતની જેલમાં પણ સજા ભોગવી ચૂક્યો છે. છેલ્લા છ માસથી બદલી થઈ મોરબી સબ જેલમાં ધકેલવામાં આવ્યો હોવાની માહિતી મળી છે. મોરબી સબ જેલ થોડા દિવસ પહેલા પણ વિવાદમાં આવી ચૂકી છે. આજે ફરી ગંભીર ગુનાના આરોપી દ્વારા લાઈવ કરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો: ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ

મોરબી જેલ પોલીસની કામગીરી પર અનેક સવાલો!

આખરે જેલ પોલીસ કેવી કામગીરી કરી રહીં છે? શું જેલમાં પોલીસને કેદીઓની સેવા કરવા માટે રાખવામાં આવે છે? અત્યારે આવા અનેક સવાલો થઈ રહ્યાં છે. મોટી વાત એટલા માટે છે કે, ઇન્સ્ટામાં લાઈવ થયેલો કેદી દુષ્કર્મનો આરોપી છે. જો અત્યારે ખાસ કરીને તો પોલીસ શંકાના દાયરામાં આવી છે. આ કેદીઓને કોણ મોબાઈલ આપ્યો અને જેલમાં ઇન્ટરનેટ ક્યાંથી આવ્યું એ પણ એક મોટો સવાલ છે?

આ પણ વાંચો: VADODARA : છાણીમાં ચાર વાહનો વચ્ચે વિચીત્ર અકસ્માત, જાનહાની ટળી

Tags :
Advertisement

.

×