ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha : ઇડર માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતી વિવાદમાં નવો વળાંક!

ચેરમેને-ડિરેક્ટરોનાં અંગત સ્વાર્થને ધ્યાને રાખી અગાઉ 15 કર્મચારીઓને કાયમી કરવા માટેની હિલચાલ શરૂ કરી હોવાનાં પણ આરોપ થયા છે.
04:55 PM May 22, 2025 IST | Vipul Sen
ચેરમેને-ડિરેક્ટરોનાં અંગત સ્વાર્થને ધ્યાને રાખી અગાઉ 15 કર્મચારીઓને કાયમી કરવા માટેની હિલચાલ શરૂ કરી હોવાનાં પણ આરોપ થયા છે.
Sabarkantha_Gujarat_first
  1. ઇડર માર્કેટ યાર્ડમાં કર્મચારીઓની ભરતીનાં વિવાદમાં નવો વળાંક (Sabarkantha)
  2. Sabarkantha જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી તપાસ આંચકી લેવાઇ
  3. વધુ તપાસ માટે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને તપાસ સોંપાઇ
  4. માર્કેટયાર્ડમાં ભરતી કરનાર ડિરેકટરોનો પરસેવો છૂટી ગયો!

સાબરકાંઠા જિલ્લાનું (Sabarkantha) ઇડર માર્કેટયાર્ડ વર્ષોથી કપાસની આવક માટે જાણીતું છે. ત્યારે, આ માર્કેટયાર્ડમાં ચેરમેન અને ડિરેક્ટરોએ પોતાનાં સગા-વ્હાલાઓને નોકરી અપાવવા માટે કેટલાક નિયમોને નેવે મૂકી લગભગ 15 ઉમેદવારોની ભરતી કરી હોવાનાં ગંભીર આક્ષેપ થયા છે. સાથે જ એક વર્ષ અગાઉ ઇડર સહિત જાદરના સબ માર્કેટયાર્ડમાં (Jadar Sub Market Yard) કામચલાઉ ધોરણે નોકરી પર રાખી દીધા બાદ એક વર્ષ પૂર્ણ થયા પછી ઇડર APMC માર્કેટનાં (Idar APMC Market) ચેરમેને-ડિરેક્ટરોનાં અંગત સ્વાર્થને ધ્યાને રાખી થોડાક સમય અગાઉ આ 15 કર્મચારીઓને કાયમી કરવા માટેની હિલચાલ શરૂ કરી હોવાનાં પણ આરોપ થયા છે.

કર્મચારીઓની ભરતીનાં વિવાદમાં નવો વળાંક

માહિતી અનુસાર, એક પૂર્વ ડિરેક્ટર અને સહકારી અગ્રણીએ આ ગેરકાયદે ભરતીને પડકારી હતી, જેના પરિણામસ્વરૂપે રાજયનાં નિયામક દ્વારા થોડાક સમય અગાઉ સાબરકાંઠાનાં હિંમતનગર (Himmatnagar) સ્થિત જિલ્લા રજિસ્ટ્રારને તપાસ કરવાનો આદેશ કર્યો હતો, જેનો અહેવાલ નિયામકને મળ્યા બાદ બે દિવસ અગાઉ સાબરકાંઠાનાં (Sabarkantha) રજિસ્ટ્રાર પાસેથી તપાસ આચંકી લીધા બાદ વધુ તપાસ માટે અરવલ્લીનાં જિલ્લા રજિસ્ટ્રારને સોંપવામાં આવતા ઇડર માર્કેટયાર્ડમાં કર્મચારીઓની ભરતીનાં વિવાદમાં નવો વળાંક આવ્યો છે.

કેટલા ઉમેદવારોએ નોકરી માટે અરજી કરી તેની વિગતો છૂપાવી હોવાનો આરોપ

આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, એકાદ વર્ષ અગાઉ ઇડર માર્કેટયાર્ડમાં ચૂંટાયેલા ડિરેક્ટરો અને ચેરમેને એકસંપ કરી પોતાનાં સગા-વ્હાલાઓને નોકરી (Idar Market Yard Job Scam) અપાવવા માટે એક દૈનિકમાં નામમાત્રની જાહેરાત આપી હતી, જેનાથી અનેક લોકો અજાણ હતા. તો બીજી તરફ ઇડર માર્કેટયાર્ડનાં સત્તાવાળાઓએ ભરતીની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આરોપ છે કે દૈનિક પેપરમાં જાહેરાત આપ્યા બાદ કેટલા ઉમેદવારોએ નોકરી માટે અરજી કરી તેની વિગતો છૂપાવી રાખવામાં આવી હતી. ત્યારબાદ ચેરમેન અને ડિરેક્ટરોએ પોતાનાં પરિવારના તથા અન્ય સગા-વ્હાલાઓને કામ ચલાઉ ધોરણે ઇડર માર્કેટયાર્ડમાં તથા જાદર સબ માર્કેટયાર્ડમાં નોકરીએ લગાવી દીધા હતા ત્યાં સુધી બધુ ગુપ્ત રાખ્યું હોવાનાં પણ આક્ષેપ છે.

આ પણ વાંચો - Sabardairy : શું ખરેખર લાખો રૂપિયા લઈ માનીતા અને સગા-વ્હાલાઓને નોકરી અપાય છે ?

સાબરકાંઠા જિ. રજિસ્ટ્રાર પાસેથી તપાસ આચંકી અરવલ્લી જિ. રજિસ્ટ્રારને સોંપાઈ

એક વર્ષ અગાઉ નોકરી પર રખાયેલા યુવક અને યુવતીઓને કાયમી કરવાની હિલચાલ શરૂ કરાતા ઇડરનાં એક પૂર્વ ડિરેક્ટરે સઘળી વિગતો સાથે હાઇકોર્ટમાં રીટ કરી દીધી હતી. તેમ જ નિયામકને પણ લેખિતમાં રજૂઆત કરીને સઘળી હકીકતથી વાકેફ કરી દીધા બાદ તરત જ નિયામકે ઇડર માર્કેટયાર્ડમાં કરાયેલી ભરતીને તપાસવા માટે સાબરકાંઠા જિલ્લા (Sabarkantha) રજિસ્ટ્રાર મિતેષ ત્રિવેદીને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસનો અહેવાલ નિયામકને મોકલાયા બાદ અગમ્ય કારણોસર સાબરકાંઠાનાં રજિસ્ટ્રાર પાસેથી તપાસ આચંકી લઇ વધુ તપાસ માટે અરવલ્લીનાં (Aravalli) જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી હતી. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, ઇડર APMC ના ભરતી પ્રકરણમાં તપાસ કરવા માટે મને નિયામક દ્વારા લેખિતમાં જાણ કરાઇ છે, જેથી ટૂંક સમયમાં તપાસ કર્યા બાદ અહેવાલ મોકલી આપવામાં આવશે.

આ પણ વાંચો - Sabar Dairy : સાબરદાણ ફેકટરીમાં કોનું છે પ્રભુત્વ? કોની રહેમ નજરે માનીતા ઈજારદારે વર્ષોથી જમાવ્યો અડીંગો?

ભરતી પ્રકરણને દબાવી દેવા માટે નીચેથી ઉપર સુધી દબાણનો આરોપ

હવે એવી ચર્ચાઓ વેગવંતી થઈ છે કે નિયામકે ઇડર માર્કેટયાર્ડમાં (Idar Market Yard) કરાયેલી ભરતી પ્રકરણમાં સાબરકાંઠા રજિસ્ટ્રારે રજૂ કરેલા અહેવાલ પરથી કેટલીક વિગતો અધૂરી અથવા તો કોઇકને છાવરવા માટે પ્રયાસ કરાયો હોય તો નવાઇ નહીં. લોકચર્ચા મુજબ, ઇડર માર્કેટયાર્ડનાં ભરતી પ્રકરણને દબાવી દેવા માટે ખુદ ચેરમેન અને કેટલાક આગેવાનો નીચેથી ઉપર સુધી દબાણ લાવી રહ્યા છે. ત્યારે, ખરેખર અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર ભરતીનો સાચો અહેવાલ રજૂ કરે તો માર્કેટયાર્ડમાં નોકરી મેળવનારાઓ માટે તે ખૂબ જ સૂચક બને તો નવાઇ નહીં.

અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

આ પણ વાંચો - Sabardairy : સાબરદાણ ફેકટરીમાં 'રાજ' કોનું ? ડિરેક્ટર, પદાધિકારીઓની મિલીભગતથી એક પરિવારે પ્રભુત્વ જમાવ્યાનો આરોપ

Tags :
Aravalli Dist. RegistrarGUJARAT FIRST NEWSHimmatnagarIdar APMC MarketIdar Market YardIdar Market Yard Job ScamJadar Sub Market YardSabarkanthaSabarkantha Dist. RegistrarTop Gujarati News
Next Article