Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha : ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત, 6 ઘવાયા

અંબાજી-વડોદરા ST બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા.
sabarkantha   ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત  6 ઘવાયા
Advertisement
  1. Sabarkantha નાં ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માત
  2. અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા, 6 લોકોને ઈજા પહોંચી
  3. અંબાજી વડોદરા ST બસ, જીપ અને બાઈક વચ્ચે અકસ્માત
  4. અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસે કાર્યવાહી શરુ કરી
  5. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા

સાબરકાંઠાનાં (Sabarkantha) ખેડબ્રહ્માનાં હિંગટીયા પાસે ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. ST બસ, જીપ અને બાઈક વચ્ચે અકસ્માત (Triple Accident) થતાં ત્રણ લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે જ્યારે 6 જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસની (Kheroj Police) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Pahalgam Terror Attack નો બદલો લેવાશે નહીં ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુ - સી. આર. પાટીલ

Advertisement

હિંગટીયા ગામ પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો

પ્રાથમિક માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) ખેડબ્રહ્મા તાલુકાનાં હિંગટીયા ગામ પાસે આજે ત્રિપલ અકસ્માતની હચમચાવે એવી ઘટના બની છે. અંબાજી-વડોદરા ST બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી ઇજાગ્રસ્તોની મદદે આવી હતી.

આ પણ વાંચો - Chhota Udepur: AI ના જમાનામાં પણ આ જિલ્લો ટેકનોલોજી ક્ષેત્રે પછાત, કોલિંગ કનેક્ટિવિટીમાં ધાંધિયા

ત્રિપલ અકસ્માતમાં 3 નાં મોત, 6 ને ઇજા

માહિતી મુજબ, ઇજાગ્રસ્ત લોકોને ત્વરિત સારવાર અર્થે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ (Khedbrahma Civil Hospital) ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં ખેરોજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગોઝારા ત્રિપલ અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો - GONDAL : રાજકુમાર જાટના બહેનનું આક્રંદ, કહ્યુું, 'રક્ષાબંધન ના આવે તો સારૂ'

Tags :
Advertisement

.

×