Home » ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારમાં બાળપણની મજા માણી, Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારમાં બાળપણની મજા માણી, Video
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
113
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના અલગ અંદાજ માટે જાણીતા છે. આજે તેઓ સુરતમાં પોતાના મત વિસ્તાર મજૂરાની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેઓ એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. જીહા, પોતાના મત વિસ્તારની મુલાકાત દરમિયાન તેઓ વડની વડવાઇ પકડીને લટકતા જોવા મળ્યા હતા.
બાળપણના દિવસો આપણને હંમેશા યાદ રહે છે. તે દિવસોમાં આપણે કેટલી મસ્તીઓ કરતા હતા કેટલા આનંદમાં રહેતા હતા તે તમામ યાદો આપણા મનમાં હંમેશા રહે છે. ત્યારે આવી જ બાળપણની યાદોને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તાજા કરતા જોવા મળ્યા હતા. વિસ્તારથી જણાવીએ તો, આજે સુરતમાં પોતાના મત વિસ્તાર મજૂરા ખાતે રાઉન્ડ પર નીકળ્યા હતા. તેમણે આજે સવારે અહીં બનેલા નવા વોક વે અને જોગર્સ પાર્કની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ એક વડના ઝાડ પર જે રીતે નાના બાળકો લટકતા હોય તેવી રીતે લટકતા જોવા મળ્યા હતા. તેમણે આ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોગસ પાર્કમાં લોકો સાથે સંવાદ દરમિયાન વિકાસના કાર્યોની જાણકારી લીધી હતી. મહત્વનું છે કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુરત મુલાકાત દર વખતે કંઈક અલગ અંદાજમાં જ રહેતી હોય છે. ત્યારે આ વખતે પણ તેમની મુલાકાત અલગ રહી હતી. 37 વર્ષની યુવા વયે હર્ષ સંઘવી એકદમ ફીટ દેખાઇ રહ્યા છે. જેવી રીતે નાનપણમાં વડની વડવાઈ સાથે લટકીને હીંચકતા હતા, એવી રીતે આજે હર્ષ સંઘવીએ લોકો સાથે વડવાઈ પર લટકીને નાનપણની યાદો તાજા કરી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject