ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : ટ્રેક્ટર-બાઈક ધડાકાભેર અથડાયા, મહિલા સહિત બેનાં ઘટના સ્થળ પર જ મોત

અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતનાં પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.
06:27 PM Jun 09, 2025 IST | Vipul Sen
અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતનાં પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.
Surendranagar_Gujarat_first 1
  1. સુરેન્દ્રનગરમાં મૂળીનાં જેપર ગામે અકસ્માતમાં બેનાં મોત (Surendranagar)
  2. ટ્રેક્ટર-બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલા સહિત બેનાં મોત થયા
  3. અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો
  4. અકસ્માતનાં પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા

સુરેન્દ્રનગરમાં (Surendranagar) મૂળીનાં જેપર ગામે ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં મહિલા સહિત બે લોકોનાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતનાં પગલે હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

ટ્રેક્ટર-બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલા સહિત બેનાં મોત થયા

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) મૂળી તાલુકાનાં જેપર ગામનાં પાટિયા પાસે આજે એક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક મહિલા, પુરુષના ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક યુવકને ઇજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી.

આ પણ વાંચો - Gondal : વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ, Video બનાવી ગંભીર આક્ષેપ કર્યા

બંને મૃતક ધ્રાંગધ્રાનાં પીપળા ગામનાં રહેવાસી

પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પોલીસ જવાનોએ ભેગા થયેલ લોકોની ભીડ દૂર કરી રોડ ખાલી કરાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ધ્રાંગધ્રાનાં (Dhrangadhra) પીપળા ગામનાં રોહિતભાઈ ગેલાભાઈ માલકિયા અને ગીતાબેન ગેલાભાઈ માલકિયા તરીકે થઈ છે.

આ પણ વાંચો - Visavadar By election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.આર. પાટીલે ભાજપનો પ્રચાર શરૂ કર્યો

Tags :
DhrangadhraGUJARAT FIRST NEWSJepar VillageMuli talukaPatiyaroad accidentSurendranagarSurendranagar HospitalSurendranagar policeTop Gujarati News
Next Article