Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 'વો મેરે દિલ-દિમાગ સે નીકલતા નહીં હૈ', પરિણીતાનું રટણ

VADODARA : મૃતક મહિલાના ભાઈ મોસીન શેખને તેની બહેનના ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી. જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી
vadodara    વો મેરે દિલ દિમાગ સે નીકલતા નહીં હૈ   પરિણીતાનું રટણ
Advertisement

VADODARA : વડોદરાના તાંદલજા વિસ્તારમાં પત્નીને દુપટ્ટા વડે ફાંસો આપી હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. પતિ અને તેના પરિવારજનોએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મૃતકના ભાઈને શંકા જતા તેની તપાસ કરાવાતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.

સાસરિયાઓએ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, તાંદલજાના એકતાનગર ખાતે રહેતી તસ્લીમાબાનું 6, એપ્રિલે રાત્રે મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના ભાઈ મોસીન શેખને તેની બહેનના ગળાના ભાગે નિશાન જોઈ શંકા થઈ હતી. જેથી તેણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. સાસરિયાઓએ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવતા હતા. પરંતુ મરનાર મહિલાના પરિવારજનોએ અત્યાચારની આશંકા વ્યક્ત કરતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. રિપોર્ટમાં મૃતક મહિલાના ગળાના ભાગે ફાંસો આપવાથી મોત નીપજ્યું હોવાનું જણાઈ આવતાં જે.પી રોડ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં

પોલીસની તપાસમાં તસ્લીમીબાનુનો પતિ પહેલે જ શંકાના દાયરામાં હોવાથી PI સગર અને તેમની ટીમે તેની આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડયો હતો. અને તસ્લીમને એક ઇસમ સાથે પ્રેમ સંબંધી હોવાને કારણે બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતા જાવેદ મન્સુરી તેને ભૂલી જવાનું કહેતો હતો. પરંતુ તસ્લીમ એમ કહેતી કે વો મેરે દિલ-દિમાગસે નીકલતા નહીં હૈ. જેને રવિવારે સાંજે બંને વચ્ચે તકરાર થતાં નજીકમાં પડેલા દુપટ્ટાથી તેણે તસ્લીમનું ગળુ દબાવી મોઢા ઉપર ઓશીકુ મુકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Advertisement

હત્યાનો ગુનો નોંધાયો

પેનલ ડોકટર પોસ્ટમોર્ટમમાં પણ ગળુ દબાવી મોત નિપજયું હોવાનું બહાર આવતા પોલીસે તસ્લીમબાનુના પિતા જમાલુદ્દીન ફકીરમહંમદ શેખની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી જાવેદ વાહીદભાઇ મન્સુરી (ઉં. 42) ની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો --- વિજયનગરના ચિતરીયામાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

Tags :
Advertisement

.

×